માતા-પિતા દીકરાની ઘરે આવવાની રાહ જોઈ રહ્યા હતા તેવામાં દીકરાના સમાચાર સાંભળીને પિતાજી ખુબ રડ્યા, રડતા રડતા કહ્યું કે એ મારો દીકરો નઈ પણ દોસ્ત હતો…

આપણા દેશમાં ૨૪ કલાક સરહદ ઉપર જવાનો તૈનાત જ રહે છે, તેવામાં હાલમાં એક દુઃખદ સમાચાર મળ્યા છે. જેમાં આપણા દેશના આ જવાન જેમનું નામ શ્રેયાંશ કશ્યપ છે.

તેઓ મૂળ વારાણસીના ટીકરી ગામના રહેવાસી છે. હાલમાં તેઓનો પરિવાર મેરઠમાં રહે છે, તેઓની પોસ્ટિંગ સિક્કિમમાં ૧૦૮ એન્જીનીયરીંગ બટાલિયનમાં હતી. તેઓ ૧૫ હજાર ફૂટ ઉપર તૈનાત હતા અને ત્યાં તેઓની તબિયત બગડી હતી.

૨૮ મી મેં ના રોજ શ્રેયાંશ કશ્યપ તેમની ડ્યુટી દરમિયાન પંદર હજાર ફૂટ ઉપર તૈનાત હતા, તેવામાં તેઓની તબિયત લથડી હતી. તેમને હાર્ટ અટેક આવ્યો હતો, જેના પછી તેઓની તબિયત વધારે બગડી હતી. ત્યારબાદ અધિકારીઓએ તેઓને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા,

ત્યાં તેમની સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. જેથી કેપ્ટાન શ્રેયાંશના ૩૦ મી મેં ના રોજ ગમગીન માહોલમાં તેમના પિતા ગોવિંદજીએ મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર કર્યા હતા. આ અંતિમ સંસ્કારમાં સેનાના જવાનો, લોકો અને પરિવારના લોકો શામિલ હતા.

એ વખતે એવો કરુણ માહોલ બન્યો હતો કે, જેમાં તેમના પિતાજી તો ખુબ જ રડ્યા હતા, તેમના ભાઈ અને બહેન પણ તેમનો ફોટો લઈને ખુબ રડ્યા હતા. આવા સમયમાં યોગી સરકારે શ્રેયાંશના પરિવારને યોગી સરકારે રૂપિયા ૫૦ લાખની મદદ પહોંચાડી દીધી છે

અને તેમના પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને સરકારી નોકરી પણ આપી છે. તેની સાથે સાથે તે જિલ્લામાં બનવા વાળા કોઈ પણ માર્ગનું નામ શહીદ શ્રેયાંશના નામથી પણ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!