માર્ગ અકસ્માતમાં એક જ ગામના બે ભાઈઓનું કરુણ મોત નીપજ્યું, જેથી પરિવારની ઉપર દુઃખોનો પહાડ તૂટ્યો…

દિવસે અને દિવસે માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેથી આ અકસ્માતોમાં કેટલાય લોકોને તેમનો જીવ ગુમાવવો પડતો હોય છે. આ અકસ્માતમાં વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવારમાં ખવડાવવા વાળું રહેતું નથી અને તેનાથી પરિવાર વેર-વિખેર થઇ જતો હોય છે.

તેવામાં હમણાં થોડાક દિવસ પહેલા એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માત બોડેલી થી ડભોઇ વચ્ચે નવાપુરા ગામના પાટિયા નજીક સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટેમ્પો જે ત્યાં સ્થિતિ ઝાડ સાથે અથડાયો હતો.

આ અકસ્માત થતા જ ટેમ્પાનો ચાલક અને કંડકટરનું ઘટના સ્થળે જ મોટ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડીને આવી પહોંચી હતી.

આ ટ્રક જબુ ગામે રહેતા મિતેશભાઈ ગુર્જરનો હતો, અને તેનો ચાલક મહેશભાઈ રાઠવા અને કંડકટર કિરણભાઈ રાઠવા હતા. તેઓએ નવાપુરા ગામના પાટિયા નજીક પહોંચ્યા પછી અચાનક સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો

અને ત્યાં લીમડાના ઝાડની સાથે ધડાકાભેર અથડાયો હતો. જેથી ડ્રાઈવર અને કંડકટરને મોટી ઈજાઓ થવાથી બંનેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ત્યારબાદ પોલીસે મૃતકના ઘરના સભ્યોને પણ જાણ કરી હતી તો આખા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

error: Content is protected !!