જે વ્યક્તિનો અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યો હતો તે વ્યક્તિ ૧૦ દિવસ પછી જીવતો ઘરે પાછો આવ્યો, તેની પત્ની બોલી તમે તો મૃત્યુ પામ્યા હતા.

જે વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો તે વ્યક્તિ 10 દિવસ પછી જીવતો ઘરે પાછો આવ્યો. આ વાત ભલે ફિલ્મની લાગે પણ આ વાત એકદમ સાચી છે. પોલીસને રોડની બાજુમાંથી

એક લાશ મળી ત્યારે તે વ્યક્તિની ઓળખાણ માટે તેના હાથ પર બનેલા ટેટુનો ફોટો પેપરમાં આપવામાં આવ્યો હતો. ત્યારે પરિવારે પોલીસનો સંપર્ક કરીને મૃતકનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

10 દિવસ પછી યુવક ઘરે પાછો આવતા પરિવારના હોશ ઉડી ગયા. તેને તેના પરિવારને જણાવ્યું કે મારી તબિયત બગડતા હું ઉદેપુર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ ગયો હતો.

આ વ્યક્તિનું નામ ઓમકાર છે. જે પોતાના પરિવારને કહ્યા વગળ અચાનક હોસ્પિટલમાં જતો રહ્યો હતો. તેથી પેપરમાં હાથનો ફોટો જોઈને પરિવારને લાગ્યું હતું કે તેનું મૃત્યુ થઇ ગયું છે.

પણ 10 દિવસ પછી ઓમકાર ઘરે પાછો ફરતા પરિવારને સામે સચ્ચાઈ આવી ગઈ પણ તેમને થયું કે આપણે અંતિમ સંસ્કાર કોનો કર્યો. જયારે પરિવારને મૃતદેહ ઓળખવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમને પણ મૃતદેહ ઓળખવામાં ભૂલ કરી હતી. કોરોનાના કારણે પરિવારએ જલ્દીથી અગ્નિસઁસ્કાર પતાવી દીધો હતો.

error: Content is protected !!