પતિના મૃત્યુના સમાચાર સાંભરી પત્ની બોલી સાથે સાથે મારી પણ તૈયારી કરી લો અને બોલ્યાના ૧૫ મિનિટ પછી જે થયું એ…
હાલ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. હવે કોણ આપણી વચ્ચેથી વિદાય લેશે તેના વિષે ભગવાન સિવાય બીજું કોઈ જાણતું નથી. હાલ હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે. અમદાવાદના હાટકેશ્વર વિસ્તાર માંથી એક અનોખી ઘટના સામે આવી છે. જ્યાં એક જ ઘરથી પતી પત્નીની નનામી સાથે ઉઠી હતી. જયારે પતિનું મૃત્યુ થયું ત્યારે તેની પત્નીએ પરિવારના લોકોને કહ્યું કે હવે મારિ નનામી પણ તૈયાર કરો.
આમ કહેતાના 15 મિનિટ માંજ તેમનું પણ મૃત્યુ થયું હતું. હજી પતિની નનામી સ્મશાન સુધી પહોંચી પણ ના હતી ત્યારે બીજી નનામી તૈયાર કરવાનો વાળો આવ્યો હતો.
ત્યાર પછી પતિ પત્નીના મૃતદેહને આજુ બાજુ મૂકીને તેમનો અગ્નિસંસ્કાર કરવામા આવ્યો હતો. આ પતિ પત્નીએ જાણે સાથે જીવશું સાથે મરશું એવી કસમો ખાધી હોય એવું લાગી રહ્યું છે.
આ મહિલાનો પતિ ગોમતીપુર સ્કૂલમાં હેડ માસ્ટર તરીકે કામ કરતા હતા. આ બંને તેમનું પેંશન મેળવીને તેમનું જીવન જીવી રહ્યા હતા. તેમને ગઈકાલે બપોરે 1 વાગે તેમનો દેહ છોડ્યો હતો અને તેમના મૃત્યુના 15 મિનિટ પછી તેમની પત્ની પણ તેમના આઘાતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે આ બને પતિ પત્નીને સાથે જ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.આણે સાચો પ્રેમ કહી શકાય.