કળિયુગના અંતમાં મનુષ્યની હાલત આવી થઈ જશે જાણીલો ?
મિત્રો આજે અમે તમને એક એવા રહસ્ય વિષે જણાવા જઈ રહ્યા છીએ કે જેનો ઉલ્લેખ વિષ્ણુપુરાણમાં પણ કરવામાં આવ્યો છે. વિષ્ણુપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે દિવસે કળિયુગનો અંત થશે એ દિવસે કેવો વિનાશ થશે અને કળિયુગના અંત પછી શું શું થશે એનો પણ વિષ્ણુપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.એના વિષે આજે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ.
આપણા પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે કળિયુગના અંતબાદ પૃથ્વીનો વિનાશ થઇ જશે. વિષ્ણુપુરાણમાં કળિયુગના અંતનું વર્ણન કરતા ઘણી એવી વાતો કહેવામાં આવી છે કે તેને જાણીને તમે આચાર્યચકિત થઇ જશો.
આપણે બધા જાણીએ છીએ કે જેમે જેમ કળિયુગ પોતાના અંત તરફ વધી રહ્યું છે તેમ તેમ વ્યક્તિમાં ઘણા બદલાવો આવી રહ્યા છે.વ્યક્તિ પોતાના ધર્મનું મહત્વ ભૂલતો જાય છે.પ્રેમ અને સહિયોગની ભાવના આજ ના આ યુગમાં સમાપ્ત થઇ રહી છે. વિષ્ણુપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ખાલી શારીરિક સુખ માટે જ સ્ત્રી અને પુરુષ એકબીજાની સાથે રહેશે.
વિષ્ણુપુરાણમાં કહેવામાં આવ્યું છે કે કળિયુગના અંત સુધીમાં પૃથ્વી ભ્રષ્ટ લોકોથી ભરાઈ જશે અને આ ભ્રષ્ટ લોકોમાં જે સૌથી ભ્રષ્ટ હશે એ સત્તા ભોગવી શકશે. કળિયુગમાં પૃથ્વીનું વાતાવર પણ નિયંત્રણની બહાર જતું રહેશે.
તમે અત્યારે જોઈ શકતા હશો કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ હવામાનની પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે. વિષ્ણુપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જેમ જેમ પૃથ્વી કળિયુગના અંત તરફ જશે તેમ તેમ તેનો વિનાશ થતો જશે.સૌથી પહેલા પાણીની અછતથી લોકોનું મૃત્યુ થઇ જશે.