જામનગરના આ યુવકને નજીવી બાબતે માઠું લાગતા એક ચિઠ્ઠી લખીને પોતાનું જીવન ટૂંકાવી લીધું અને આ ચિઠ્ઠી વાંચતા પરિવારના લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા…

પરિવારના લોકોમાં પણ નજીવી બાબતે ઘણી વખતે નાની નાની બાબતે ઝગડો થતો હોય છે અને આ ઝગડા અમુક વખતે મોટો પણ થઇ જતો હોય છે. કેમ કે આજે લોકોની સહન શક્તિ ઓછી થઇ ગઈ છે અને આ સહન શક્તિ ઓછી થઇ જતા આવા કિસ્સાઓ બનતા જ હોય છે.

હાલમાં એક એવો જ કિસ્સો બન્યો છે જેમાં નજીવી બાબતે માઠું લાગતા એક યુવકે તેનું જીવન ટૂંકાવી લીધું છે.આ કિસ્સો જામનગરના બાણુંગાર ગામના એક યુવકે તેનું જીવન ટૂંકાવી લીધું હતું. અહીંયા નરેશભાઈ નામના વ્યક્તિ આંબેડકર ચોકમાં રહેતા હતા અને તેઓ મજૂરી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

તેમને એક દીકરો ૨૨ વર્ષનો હતો તેનું નામ સાવન છે અને સાવનને હાલમાં થોડા દિવસ પહેલા સાવ સામાન્ય અકસ્માતના બનાવમાં પ્રભુ ભાઈએ તેને બે લાફા માર્યા હતા.આ વાત સાવનને લાગી આવી હતી અને તેથી જ એક ચિઠ્ઠી લખીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના બન્યા પછી આખા પરિવારમાં અરેરાટી તો ત્યારે સર્જાઈ હતી જયારે યુવકે પાસેથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં એવું લખેલું હતું, આઈ લવ યુ માં, મારી કોઈ ઈચ્છા જીવવાની નથી પેલાએ મને લાફા માર્યા હતા અને તેને લઈને તમારે સાંભળવું પડે એ મારાથી સહન નહિ થાય.

આમ લખેલી એક ચિઠ્ઠી મળી હતી અને આ ઘટના પછી પોલીસને પણ જાણ કરાઈ હતી અને તેમાં પોલીસે આવીને આગળની તપાસ ચાલુ કરી હતી. આ ઘટના વિષે જાણ થતા ગામમાં પણ ચકચાર મચી ગયો હતો, એક નાની વાતે માઠું લાગતા આ યુવકે તેનું અમૂલ્ય જીવન ટૂંકાવી લીધું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!