સોનુ સુદ આ કોરોના મહામારીમાં દર્દીઓ માટે પ્રાણવાયુ બનીને આવ્યા, આવી રીતે કરી રહ્યા છે મદદ…

હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીને પહોંચી વળવાની માટે સરકાર તથા જનતા તેમનાથી બનતા પ્રયાસો પણ કરી રહ્યું છે. તેવામાં તંત્રની પણ જાણે ઊંઘ જ ઉડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

આ મહામારીની બીજી અને ઘાતકી લહેરમાં કેટલાક રાજ્યોની સ્થિતિ અત્યન્ત સ્થિતિ કપળી બની છે. તેવામાં દર્દીઓને ઓક્સિજન બેડ નથી મળી રહ્યા. હાલમાં થોડીક સ્થિતિ સુધરી હોય તેવું લાગી રહ્યું છે.

તેવામાં અનેક લોકો આવા કોરોનાના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવાની માટે તેમનાથી બનતા પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં હાલ જાણે સોનુ સુદ આવા દર્દીઓની માટે ભગવાન સ્વરૂપે આવીને મદદ કરી રહ્યા છે.

થોડા સમય પહેલા કેટલાય લોકોની માટે ભગવાન સાબિત થયા છે. તેની સાથે સાથે દિલ્હીમાં હાલમાં તેઓ ઓક્સિજન પહોચાડવાની માટે દિલ્હીના લોકોને એક નંબર આપવામાં આવ્યો છે. જેમાં આ નંબર પર કોલ કરવાથી તેઓની કંપની તમને તમારા ઘર સુધી મફતમાં ઓક્સિજન પહોંચાડશે.

સોનુ સુદ એવું કહે છે કે, આ સેવા એકદમ મફત છે, તેઓ એવું પણ કહે છે જયારે પણ તમારે આ ઓક્સિજન બોટલની જરૂર પુરી થઇ જાય એટલે તે બોટલ તરત પછી આપી દેજો જેથી બીજા લોકોને કામ આવી શકે.

તેઓ આ સુચેરિટી ફાઉન્ડેશન અને તુષ્ટિ ફાઉન્ડેશનની તરફથી આ એક નાની ભેટ શહેર માટે આપી રહ્યા છે. એવી કહેવત પણ છે કે જે જરૂરિયાતના સમયે સાથે ઉભું હોય તે જ ખરું.

error: Content is protected !!