આ યુવકે સાચી રીતે સાબિત કર્યું કે, એક જીવન સાથી કેવો હોવો જોઈએ…
સપ્તપદીના સાત ફેરા ફરો એટલે તે યુગલ સાત જન્મ સુધી બંધનમાં બંધાય છે. તેવો એક કિસ્સો જે સાંભળીને તમને પણ વિશ્વાસ નઈ આવે અને તમે પણ એવું જ કહેશો કે એવું તો ફિલ્મોમાં જ બને.
વાત છે જામનગર જિલ્લાના ડબાસન ગામના ૧૮ વર્ષની યુવતી હિરલ તેની સગાઇ જામનગરના ચિરાગ સાથે કરવામાં આવી હતી. ઉનાળાના વેકેશનમાં બંનેના લગ્ન કરવાનું પરિવારે નક્કી કર્યું પણ ભાગ્યના જાણે આ નિર્ણય પસંદ નહતો. એક દિવસ હિરલ બપોરે ગરમ કચરા-પોતું કરતી હતી.
પોતું કરી દીધા પછી પોતું સુકાવવા માટે તે બહાર બારીમાંથી હાથ બહાર કાઢીને પોતું સૂકવતી હતી અને અચાનક વીજળીનો તાર તેના હાથમાં પડ્યો જેથી તેનો એક હાથ અને બંને પગ ગંભીર રીતે ઇજા થઇ હતી.
તાત્કાલિક સારવાર માટે પરિવારના સભ્યો જામનગરની જેજી હોસ્પિટલમાં લઇ ગયા. અહીંયા પરિવારના લોકોનું મન ના માન્યું જેથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. અહીંયા ડોકટરોએ એવું કહ્યું કે હિરલનો જમણો હાથ અને પગમાં ઢીંચણ સુધી કામ કરતો બંધ થઇ ગયો છે જેથી તે ચાલી શકશે નઈ.
હવે હિરલના માતા અને પિતાની ચિંતા ખુબ વધી ગઈ હતી, તેની સગાઇ થઇ ગઈ છે હવે તેની સાથે હવે તેનો સામે વારો પરિવાર લગ્ન કરાવશે કે નઈ એ મોટો પ્રશ્ન મનમાં ફરતો જ રહેતો હતો.
આ સ્થિતિમાં જો કોઈએ ખરી ખાનદાની દાખવી હોય તો તે હિરલનો મંગેતર ચિરાગ જેને એવું કહ્યું હતું કે, કદાચ અમારા લગ્ન થઇ ગયા હોય અને મારે ઘરે આવી કંઈક થયું હોય તો પણ હિરલ મારી સાથે જ રહી હોત અને હાલમાં પણ હું જ હિરલનો આજીવન સાથી બનીને રહીશ.
થોડા દિવસો વીત્યા હિરલની સ્થિતિ સુધરતી હતી, અચાનક એક દિવસ હિરલની આંખો બંધ થઇ ગઈ જેથી હિરલનો પરિવાર અને ચિરાગ સહીત તેનો પરિવાર તથા હોસ્પિટલનો સ્ટાફ પણ રડવા લાગ્યો હતો.
હિરલના મૃતદેહને ગામડે લઇ જતા હોબા જેવડા ગામમાંથી અશ્રુની નદીઓ વહેવા લાગી હતી, જેમાં હિરલને સોળે સજી શણગારની જગ્યાએ તેની અંતિમ વિદાય જોઈ પથ્થર હૃદયના લોકોને પણ હચમચાવી દે તેવી હતી.