કાળા બજારી કરવામાં લોકોએ હવે મૃતદેહને પણ નથી છોડ્યા. માનવતા વેચાઈ ગઈ હોય એવું લાગે છે.

કોરોનાની બીજી લહેરમાં કેટલાય લોકો મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાંથી માનવતાને પણ શરમાવી દે એવી ઘટના સામે આવી છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના ઘરેણાં અને પૈસા ચોરાયાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં સોસીયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે 5 વ્યકિઓ દ્વારા એક ડેડ બોડીને તપાસવામાં આવી રહી છે.

આ તાપસ દરમિયાન તે લોકોને પૈસા મળે છે અને તે પૈસાને તે લોકો પોતાના ખિસ્સામાં મુકતા દેખાઈ રહ્યા છે. મૃત વ્યક્તિના પરિવારના લોકોને ડેડ બોડી પરથી અમુક વસ્તુઓ ન દેખાતા આ અંગે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા હોસ્પિટલમાં cctv ચેક કરતા આ ઘટના સામે આવી છે અને તેમાં ખુલાસો થયો કે આ 5 વ્યક્તિઓ બીજા કોઈ નહિ પણ હોસ્પિટલના જ કર્મચારીઓ હતા.

હાલ કોરોનાથી લોકોની પરિસ્થિતિ ખુબજ વિકટ બની છે. તેવા માં આવા માનવતને પણ શરમાવી દે એવા કિસ્સાઓ સામે આવે છે. અત્યારે જ્યાં જુઓ ત્યાં કાળા બજારી જોવા મળી રહી છે. લોકો માનવતા ભૂલીને રાક્ષસ બનીને માણસો tમાણસોને લૂંટી રહ્યા છે. હાલ પોલીસ અને સરકાર દ્વારા આવા ગુનેગારોને પકડીને કડક સજા કરવામાં આવી રહી છે.

error: Content is protected !!