આ નર્સે બધાને રોવડાવી દીધા, કોરોના દર્દીઓની સારવાર કરતા કરતા પોતાના ૨ દિવસના બાળકને એકલું મૂકીને દુનિયા છોડીને ચાલી ગઇ.

કોરોના કાળમાં ઘણા એવા લોકો છે કે જે માણસના રૂપે લોકો માટે દેવદૂત બનીને સામે આવી રહયા છે. જે પોતાના જીવ ચિંતા કર્યા વગર બીજા લોકોના જીવ બચાવી રહ્યા છે. આવી જ એક ઘટના છત્તીસગઢથી સામે આવી છે. જેમાં એક પ્રભા નામની નર્સની પોતાના જીવની ચિંતા કર્યા વગર કોરોના દર્દીઓની સેવા કરતી રહી.

આ સમયે તે ગર્ભવતી હતી. તેના પેટના 9 મહિનાનું બાળક હતું પણ કોરોના દર્દીઓની સારવાર કરતા કરતા તે પોતે કોરોના સંક્રમિત થઇ ગઇ અને પોતાના બાળકને જન્મ આપવાના થોડા દિવસ પછી જ નર્સનું મૃત્યુ થઇ ગયું.

તેમનો પરિવાર હવે સરકાર પાસે મદદની માંગ કરી રહ્યો છે. પ્રભાને પ્રસવ પીડા થતા તેમનું ઓપરેશન કરીને બાળકીને જન્મ આપવામાં આવ્યો હતો.

આના પછી તેમને ઘરે રજા આપવામાં આવી ઘરે તેમને કોરોના સંક્રમણ થઇ ગયું. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઇ ગયું. નર્સના પતિએ કહ્યું કે મેં પ્રભાને ઘણીવાર રજા લેવાનું કહ્યું હતું પણ તે ન માની અને પોતાનું કર્તવ્ય નિભાવતી રહી. આવા ઘણા ઓછા લોકો હોય છે કે બીજા માટે પોતાનું જીવન કુરબાન કરી દે.

error: Content is protected !!