હું જવાન હતી એટલે મારા બંને દીકરાઓને મોટા કર્યા, મારુ ઘડપણ આવ્યું ત્યારે બંનેમાંથી એકેય મને રાખતું નથી જેથી, રોડ ઉપર ફળ વેચીને ગુજરાન ચલાવવું પડે છે…

ભગવાને બનાવેલી દુનિયામાં લોકોને તેમનું પેટભરવા અને જીવન જીવવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે. તેવામાં અમુક લોકોને ઘણી મોટી મહેનત પછી પણ તેઓને એક ટાઈમ ખાઈ શકે તેટલી જ કમાણી થતી હોય છે. એક એવો જ કિસ્સો નવસારી શહેરનો છે, અહીંયા એક દાદી જે રોડ ઉપર બેસીને ફળ વેચે છે.

નવસારીમાં એક મહિલા જેમનું નામ મંજુબેન છે, તેઓ મેઈન બજારમાં રોડ ઉપર બેસીને ફળ વેચે છે. તેમના પરિવારમાં તેમના બે દીકરાઓ છે અને તેમની પત્નીઓ પણ છે, પણ હાલમાં આ દાદી એકલા રહે છે તેમના દીકરાઓ તેમને રાખતા નથી.

તેમના પતિ નથી તે આ બંને દીકરાઓ જયારે નાના હતા ત્યારે જ ભગવાન જોડે જતા રહ્યા હતા અને તેથી તેઓને એકલા રહેવું પડે છે. તેઓ આખો દિવસ આમ રોડ પર બેસી રહે ત્યારે સાંજે ૧૦૦ રૂપિયાનો ધંધો થાય છે.

અમુક દિવસો તો એવા આવે છે કે, એક રૂપિયાનો માલ વેચાતો નથી અને તેથી આ દાદીમાને બગડેલો માલ નાખી દેવો પડે છે અને તેથી બીજા દિવસે માલ લાવવાના પણ પૈસા નથી હોતા, જેથી આવા ટાઈમે ભૂખ્યા રહીને પણ દિવસો કાઢવા પડે છે.

આખો દિવસ આમ ફળ વેચીને તેમાંથી જે મળે તેનું કરિયાણું લઈને રાત્રે જઈને ખાવાનું બનાવીને ખાવું પડે છે. આ દાદીમા છેલ્લા ત્રણ વર્ષથી આવી રીતે રોડ ઉપર ફળ વેચવા બેસે છે. તેઓ પહેલા જયારે સશક્ત હતા ત્યારે કડિયાકામ કરતા હતા.

error: Content is protected !!