ઘરડી વિધવા માં એ પોતાના બે દીકરાઓને ભણાવી ગણાવીને ગણતરી કરતા શીખવાડ્યું તો બંને દીકરાઓએ માં ની જ ગણતરી કરી દીધી.

પોરબંદરના નાનકડા ગામમાંની આ વાત છે. જ્યાં મંદિરમાં કથા ચાલતી હતી અને કથા પુરી થતા બધા લોકો પોત પોતાના ઘરે જમવા માટે ગયા. આખો મંડપ ખાલી થઇ ગયો હતો પણ મંડપમાં 70 વર્ષની એક વૃદ્ધ વિધવા મહિલા એકલી બેસી હતી. ત્યારે એક સેવક ત્યાં આવ્યો અને કહ્યું કે બા હવે તો કથા 3 વાગે શરૂ થશે. તમે ઘરે જઈને જમી આવો.

એ વૃદ્ધ સ્ત્રીએ સેવક સામે જોયું અને રડતા મોઢે કહ્યું કે બેટા આજે મારે ઉપવાસ છે. સેવક એ થયું કે આજે તો કોઈ વાર તહેવાર નથી તો આજે શેનો ઉપવાસ. ત્યારે વિધવા સ્ત્રીએ કહ્યું કે આજે મારે 31 તારીખનો ઉપવાસ છે. સ્વયંમ સેવકે કહ્યું 31 તારીખનો ઉપવાસ કેમ? ત્યારે વિધવા માતા એ રડતા રડતા કહ્યું કે બેટા મારે બે દીકરા છે.

મારા પતિના મૃત્યુ પછી મેં ખુબજ મહેનત કરીને ભણાવી ગણાવીને મોટા કર્યા પરિસ્થિતિ સારી ન હોવાના છતાં મેં તેમના ધામધૂમથી લગ્ન કરાવ્યા. અત્યારે બંને દીકરા પોતાના પરિવારે સાથે અલગ અલગ રહે છે.

એટલે મારી જવાબદારી બંનેએ વહેંચી નાખી છે. એટલે 15 દિવસ મોટા દીકરાના ઘરે જમું છુ અને 15 દિવસ નાના દીકરાના ઘરે જમું છુ અને જે મહિનામાં 31 તારીખ હોય એ દિવસે ઉપવાસ કરું છુ.

આટલું કહેતા જ વૃદ્ધ માતા રડવા લાગ્યા. માં એ પોતાના બંને દીકરાઓને મોટા કરવામાં પોતાનું બધું જ ગુમાવી દીધું છે. પોતાનું પેટ ખાલી રાખીને પોતાના દીકરાઓનું પેટ ભરતી માંને આજે દીકરાઓ બે ટાઈમનું જમવાનું નથી આપી શકતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!