આટલી ઉંમરે આ દાદા-દાદી મંદિરની બહાર ભજન-કીર્તન ગાઈને ગુજરાન ચલાવે છે…

દુનિયામાં એવા કેટલાય પરિવારો છે કે જેઓને પોતાના ગુજરાન ચલાવવા માટે ઘણી મોટી મહેનત કરવી પડે છે. ઘણા બધા પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા ભીખ માંગીને તેમનું ગુજરાન ચલાવે છે.

તેવામાં એક દાદા-દાદી જે મંદિરોમાં જઈને ભજન-કીર્તન ગાઈને તેમનું ગુજરાન ચલાવે છે. આ કિસ્સો સુરતનો છે, જ્યાં આ ઘરડા દંપતી મંદિરની બહાર બેસીને ભજન-કીર્તન કરે છે.

આ દાદાનું નામ કિશનદાસ મહારાજ છે, તેમના પત્નીનું નામ કનીબેન મહારાજ છે. તેઓ સુરતના પાંડેસરા ગણેશનગરમાં રહે છે. તેઓથી હાલમાં કામ નથી થતું અને તેથી મંદિરની બહાર જઈને ભજન-કીર્તન ગાય છે,

જેથી લોકો તેમને જે ૧૦ થી ૨૦ રૂપિયા આપવા હોય તે આપે છે. આ ભજન ગાઈને જે પૈસા મળે તેનાથી તે તેમનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં તે બંને લોકો જ રહે છે, આમ આખો દિવસ બહાર મંદિરોની બહાર ભજન કીર્તન ગાય છે.

કિશનદાસ મહારાજ મૂળ રાજસ્થાનના છે, તેઓ પહેલા છૂટક મજૂરી કરીને તેઓનું ગુજરાન ચલાવતા હતા. કિશનદાસ એવું કહે છે, મારી એક દીકરી છે તેના લગ્ન માટે મેં મારુ ઘર ગીરવી મૂક્યું હતું

અને તેના લગ્ન પણ કરાવ્યા હતા. તેના મામેરા માટે પણ હાલમાં આ ભજન ગાઈને જે થોડા પૈસા ભેગા થાય તેમાંથી તેને આપી આવીએ છીએ. જેથી દીકરીના ઘરના લોકો એવું ના કહે કે, કોઈએ તેનું મામેરું ના ભર્યું. પહેલા અમે અમદાવાદ રહેતા હતા અને ગુજરાન ચલાવતા હતા.

error: Content is protected !!