અત્યારે અંતિમયાત્રામાં 20 લોકોની છૂટ છે પણ અહીં 20 ની જગ્યાએ 20 હજાર લોકો ભેગા થઇ ગયા, પછી જે હાલ થયો એ જાણવા લાયક છે.

કોરોનાની આ બીજી લહેરે લોકોનો હાલ બે હાલ કરી દીધો છે. એક બાજુ કોરોનાના કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. પણ કેટલાક એવા પણ લોકો છે જે પોતાના જીવની સાથે સાથે બીજાના

જીવનો પણ દાવ લગાવી દે છે. સરકાર લોકોને એક જગ્યાએ ભેગા થવા માટે ના પાડી રહી છે. ત્યારે ઉત્તરપ્રદેશથી એક એવી જ ઘટના સામે આવી છે કે જેને જાણીને તમારું મોઢું પણ ખુલ્લું રહી જશે.

રવિવારના દિવસે મોહોમ્મદ કાદરીનું નિધન થયું હતું ત્યારે એમની અંતિમયાત્રામાં 20 હાજર લોકો ઉમટી પડ્યા હતા. આ ઘટનાના ફોટા હાલ સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યા છે.

જ્યાં કોરોના ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. અહીં કેટલાક લોકોતો માસ્ક વિના જોવા મળ્યા હતા. ત્યારે સોમવારના દિવસે ઘણા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

જેવો જ આ ઘટનાનો વિડીયો વાઇરલ થયો કે ઉત્તરપ્રદેશ પોલીસની ધૂરધાની થઇ હતી. બદનામીથી બચવા માટે પોલીસ દ્વારા આ ઘટના વિરુદ્ધ વિવિધ કલમો લગાવીને કેસ નોંધવામાં આવ્યો હતો.

હાલની પરિસ્થિતિને જોતા સરકારએ અંતિમવિધિ માટે 20 લોકોને પરવાનગી આપવામાં આવી છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં કાદરી સાહેબની અંતિમ યાત્રામાં 20 હજાર લોકો ભેગા થતા લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને પોલીસ પર પણ ઘણા સવાલો ઉઠવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે કાદરી સાહેબનું મુસલમાનોની સાથે સાથે હિંદુઓ પણ સન્માન કરતા હતા.

error: Content is protected !!