કચ્છના આ સાધુ જન કલ્યાણ માટે ભર ઉનાળે ૪૨ ડિગ્રી તાપમાનમાં અગ્નિ સાધના કરી રહયા છે.

કોરોનાએ આખા દેશને પોતાના ભરડામાં લીધો છે. લોકો કોરોનાથી બચવા માટે અવનવા કામો કરી રહ્યાં છે. એમાવા ઘણા બધા સાધુ સંતો છે કે જે દેશને આ મહામારી માંથી છુટકાળો અપાવવા માટે કઠોર સાધના કરી રહ્યાં છે. આવો જ એક કિસ્સો કચ્છથી સામે આવી રહ્યો છે. જ્યાં એક સંત આટલી ગરમીમાં પણ અગ્નિ સાધના કરી રહયા છે.

કચ્છના ભચાઉમાં આવેલા મહાવીર હનુમાન મંદિરના પ્રાંગણમાં આ કઠોર તપસ્યા કરવામાં આવી રહી છે. જમીન પર ગોળાકાળ છાણા ગોઠવી તેમાં અગ્નિ પ્રજ્વલિત કરીને તેની મધ્યમાં બેસીને સંત દ્વાર કઠોર તપસ્યા કરવામાં આવી રહી છે.

સંત આ સાધના 11 થી 15 દિવસ સુધી કરવાના છે. સામાન્ય લોકો ફક્ત 15 મિનિટ પણ તડકો સહન નથી કરી શકતા. ત્યારે આ સાધુ આટલી ગરમીમા જનકલ્યાણ માટે કઠોળ તપસ્યા કરી રહ્યા છે.

આ મુનિનું નામ સંત પંકજમુનિ છે. જે લોક કલ્યાણ માટે ભર ઉનાળે આ કઠોળ તપસ્યા કરી રહ્યા છે. આ સાધુ લોકો પાસેથી કોઈ પણ જાતની દક્ષિણા નથી લેતા. તેમના ભક્તોએ તેમની આ સાધનાની સંપૂર્ણ જવાદારી લીધી છે.

આ તપસ્યામાં રોજના એક ટ્રેક્ટરથી પણ વધુ છાણાનો ઉપયોગ થાય છે. સાધના દરમિયાન તાપમાન 42 ડિગ્રી રહે છે. આ સમયે સંત ખાલી નારિયેળ પાણી જ ગ્રહણ કરે છે. લોકોને કોરોના મહામારીથી છૂટકારો મેળવવા માટે આ કઠોળ તપસ્યા કરી રહયા છે.

error: Content is protected !!