સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે ટોલ બુથ ઉપર તમારી આગળ આટલી ગાડીઓ ઉભી હશે તો, તમારે ટોલ ટેક્સ નઈ ભરવો પડે…

સરકારે હમણાં ટોલટેક્સ ઉપર લગતી લાઈનોને ધ્યાનમાં રાખીને ફાસ્ટટેગની ડિજિટલ સુવિધા લાવી દીધી છે. જેમાં તમારે ડિજિટલ પેમેન્ટ કરીને ફાસ્ટટેગનો કોડ તમારા વાહન ઉપર લગાડી દેવાનો છે.

જો કોઈ વાહન ચાલાક તેની કાર ઉપર ફાસ્ટટેગ ના લગાડે તો તે વાહન ચાલકને બે ઘણો ટોલ ટેક્સ ભરવો પડશે. ફાસ્ટટેગ લેવાની છેલ્લી તારીખ ૨૫ ફેબ્રુઆરી હતી.

ત્યારબાદ સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે ૨૬ મી મેં ના રોજ NHAI એ ટોલ પ્લાઝા માટે જાહેર કરી છે. જો તમે ફાસ્ટટેગ નથી લગાવતા તો તમારે બમણો ટોલ ભરવો પડશે, પણ એક એવા સંકજોગમા તમારે કોઈ પણ ટોલ ટેક્સ નથી ભરવાનો.

NHAI એ એવું જાહેર કર્યું છે કે, કોઈ પણ વાહન ૧૦ સેકંડથી વધારે લાઈનમાં ઉભો ના રહેવો જોઈએ. તેની સાથે એવું પણ નક્કી કર્યું છે કે, કોઈપણ ટોલ બુથ આગળ ૧૦૦ મીટરથી વધારે લાઈન ના લાગવી જોઈએ. ૧૦૦ મીટર પછી એક પીળો પટ્ટો મારી દેવામાં આવશે.

જો આ પીળા પટ્ટાની બહાર તમારું વાહન ઉભું હોય તો, તમારે આવી સ્થિતિમાં ટોલ ટેક્સ ભરવાનો નથી. કોઈ પણ ટોલ પ્લાઝા વાળાએ જો આવી ટ્રાફિકની સ્થિતિ થાય અને પીળા પટ્ટાની બહાર આવીને જો કોઈ વાહન ઉભા રહે તો, તે વાહનને ટોલ આપ્યા વગર જ જવા દેવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!