સલામ છે આ વ્યક્તિની સેવાને કે જેને ૬ મહિના પોતાના પરિવારથી દૂર રહીને હજારો લોકોના જીવ બચાવ્યા પણ આખરે તેમને આ દુનિયાને અલ્વિદા કહી દીધું.

બધા લોકોને કોરોનામાં પડેલી તકલીફ તો યાદ જ હશે. એ સમયમાં ઘણા એવા કોરોના વોરિયર્સ હતા કે તેમને પોતાના પરિવારથી ઉપર પોતાની ફરજને ઘણી હતી અને સેવા કરતા કરતા પોતાનો જીવ પણ ન્યોછાવર કરી દીધો. આજે અમે તમને એક એવા જ કોરોના વોરિયર વિષે જણાવીશું કે જેને લોકોની સેવા કરતા કરતા પોતાનો જીવ ન્યોછાવર કરી દીધો.

આરીફ એક કોરોના વોરિયર હતા. તે છેલ્લા ૩૦ વર્ષથી એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. તેમનાથી જ તેમના આખા પરિવારનું ગુજરાન ચાલતું હતું. આખો પરિવાર ભાડાના મકાનમાં રહે છે.

તેમના ચાર બાળકો છે. બે દીકરીઓ અને બે દીકરાઓ, બંને દીકરીઓના લગ્ન થઇ ગયા છે અને બંને દીકરાઓ બેરોજગાર છે. આજે તેમના માટે પરિવારનું ગુજરાન ચલાવવું ખુબજ મુશ્કિલ બની ગયું છે.

જયારે કોરોના સમય ચાલતો હતો એ સમયે આરીફ ભાઈએ પોતાના પરિવારથી ઉપર પોતાની ફરજને ઘણી હતી. તે ૬ મહિના સુધી પોતાના ઘરે નહતા ગયા. તે એમ્યુલન્સ માંજ સુતા હતા. તેમને કોરોના સમયમાં હજારો લોકોને સમયસર હોસ્પિટલે પહોંચાડીને તેમનો જીવ બચાવ્યો હતો.

આરીફ ભાઈને ત્યારે કોરોના સંક્રમણ થઇ જતા. તેમનું મૃત્યુ થઇ ગયું હતું. આ સંચાર સાંભરીને તેમના પરિવારમાં દુઃખોના વાદળો છવાઈ ગયા હતા. તેમની સાથે કામ કરનાર લોકો પણ તેમને યાદ કરીને ગર્વ મહેસુસ કર્યું હતું. આજે આખો દેશ આવા કોરોના વોરિયર્સને સાલમ કરી રહ્યો છે. જે પોતાની ચિંતા કર્યા વગર બીજાનો જીવ બચાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!