પતિના મૃત્યુના દુખમાં પત્ની ઘરેથી ભટકતી ભટકતી ૧૨૦૦ કિમિ દૂર જતી રહી, દીકરી આવો સંઘર્ષ કરીને પોતાની માને ઘરે પાછી લાવી…

કોરોનાના ઘાતકી કહેરમાં કેટલાય પરિવારો વિખુટા પડી ગયા છે, આ રોગચાળામાં લોકોની આર્થિક સ્થિતિ પણ ખુબ જ ખરાબ થઇ ગઈ છે. જેમાં કેટલાક લોકોએ તો પોતાના પ્રિયજનો ગુમાવવાની પીડા સહન પણ નથી કરી શકતા અને તેવી જ સ્થિતિમાં માનસિક સંતુલન ગુમાવી બેસે છે.

તેવો એક કિસ્સો બિહારના ગયાના રહેવાસી એક મહિલા જેમની ઉંમર ૬૫ વર્ષની છે તેમનું નામ માધવી. તેમની સાથે પણ એવું જ થયું હતું અને તેમાં માધવીના પતિનું મોત ૧૧ નવેમ્બર ૨૦૨૦ ના રોજ કોરોનાને લીધે થયું હતું. પતિના મૃત્યુથી માધવી હચમચી ગઈ હતી અને તેથી તે તેના પતિનું વિદાયનું દુ: ખ સહન નહતી કરી શકી જેથી તેનું માનસિક સંતુલન પણ બગડ્યું.

ત્યારબાદ એક વાર માધવી તેમના પતિની મુક્તિ મેળવવા માટે પૈસાનો વ્યય કરતી જ રહી અને તેના થોડાક જ દિવસોમાં પહેલા તે ટ્રેન દ્વારા મહાકાલ શહેર ઉજ્જૈનમાં આવી ગઈ હતી. લોકડાઉનના લીધે તેને ક્યાંય પણ સહારો નહતો મળ્યો

અને તેવી જ પરિસ્થિતિમાં એક છોકરાએ તેને મહાકાલ પોલીસ સ્ટેશનમાં જવા માટે જણાવ્યું હતું. માધવી પોલીસ સ્ટેશનના પ્રભારી મહાકાલે મહિલાની હાલત જોઇને ૨૦ મેના રોજ તેને અંકિત ગ્રામ સેવાધામ આશ્રમમાં મોકલીને સહારો પણ આપ્યો હતો.

એવામાં જ માધવીની પુત્રી ઉજ્જૈનથી ૧૨૦૦ કિલોમીટર દૂર ગયામાં તેની માતાને શોધવાની સતત કઠિન મહેનત કરતી જ રહી હતી. ત્યારબાદ અખબારમાં ગુમ થવાની ઘણીબધી જાહેરાતો પણ આપી હતી.

પછી એક દિવસ અચાનક તેનો ફોન આવ્યો અને તેની માતા ઉજ્જૈનમાં છે તેવું જાણવા મળ્યું હતું. મહિલાની પૂછપરછ દરમિયાન મહાકાલ પોલીસ સ્ટેશન કંઈ ખાસ શોધી શક્યું નહીં. પણ પોલીસને મહિલા પાસે એક ડાયરી પણ મળી હતી અને તેને આધારે મહિલાની બેટીને કોલ કર્યો હતો.

અ વાત સાંભળીને તરત જ પુત્રીની ખુશીનો કોઈ પાર નહતો રહ્યો અને તેથી તે તેના પતિ સાથે ગયાથી ઉજ્જૈન આવી પહોંચી હતી અને ત્યાં જઈને પહેલા તેની માતાને મળી હતી. મળતાની સાથે જ આંસુઓનો પ્રવાહ ચાલુ થયો હતો, તો બધાએ કહેવાનું શરૂ કર્યું કે મહાકાલની લીલા પણ સુંદર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!