દર્દી રોડ પર રજડતો રહ્યો પણ ૧૦૮ માં ન આવ્યો હોવાથી હોસ્પિટલમાં એન્ટ્રી જ ના મળી. આ તે કેવા નિયમો ?
હાલ કોરોના આખા દેશમાં પોતાનો કહેર વરસાવી રહ્યો છે તો ગુજરાતની મોટા ભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.ત્યારે હોસ્પિટલ બહારનો વિડીયો હાલ સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે
જેમાં એક કોરોના દર્દી રસ્તા પર જ આરોટી રહ્યો છે.આ દ્રશ્ય જોઈને તમારું હૈયું પણ કંપી ઉઠશે.કોરોના મહામારીના આ સમયમાં શારદા બેન હોસ્પિટલના સ્ટાફનું જાણે માનવતા જેવું કઈ બચ્યું જ નથી.
કોરોના ગ્રસ્થ દીકરાને લઈને એક માતા શારદા બેન હોસ્પિટલમાં પહોંચ્યા હતા પણ હોસ્પિટલ સ્ટાફએ દર્દી 108 માં આવ્યું ન હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડી દીધી હતી.હોસ્પિટલમાં એન્ટ્રીના મળતા દર્દી રસ્તા પર આરોટી રહ્યો હતો.માતા હોસ્પિટલ સ્ટાફને સતત આજીજી કરતી રહી પણ પથ્થર દિલ બની ગયેલા હોસ્પિટલના સ્ટાફના પેટનું પાણી પણ ના હલ્યું.
હોસ્પિટમાં પોતાના દીકરાને લઈને આવેલી માતા પાસે બધા રિપોર્ટ હતા પણ એમને હોસ્પિટલમાં એન્ટ્રી ન મળી એમની ભૂલ એટલી હતી કે દર્દી હોસ્પિટલમાં દાખલ થવા માટે 108 એમ્બ્યુલન્સમાં નહતો આવ્યો.
આ તે કેવા નિયમો કે દર્દી રિક્ષામાં આવે કે પછી ચાલીને માણસના જીવ કરતા શું નિયમો વધારે મહત્વના છે.108 માં આવે તોજ સારવાર આપવાની આવી મહામારીના સમયમાં ખાલી સારવાર મહત્વની છે.જયારે કોઈ દીકરો મરતો હોય ત્યારે એક માતા શું 108 ની રાહ જોશે કે જલ્દી સારવાર મળે એવા પ્રયાસો કરશે.