કોરોનાને રોકવા માટે હવે આર્મી પણ ઉતરશે મેદાનમા

દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર દિવસેને દિવસે બેકાબુ બની રહી છે.હવે રોજના ૨.૫ લાખથી પણ વધુ કેસ સામે આવી રહ્યા છે.દેશમાં કોરોના વાઇરસના સતત વધતા કેસો વચ્ચે રાજનાથ સિંહે આર્મી ચીફને વાત કરી છે કે સેનાના સ્થાનિક કમાન્ડર મુખ્યમંત્રીઓ સાથે વાતચિત કરે.અને રાજ્યને દરેક સંભવ મદદ કરવા માટે આગર આવે.

રક્ષા સચિવે પણ દેશ ભરમાં કેન્ટ બોર્ડની બધી હોસ્પિટલને કોરોના દર્દીઓ માટે ખોલવા માટેની જાહેરાત કરી છે. રાજનાથ સિંહે સેનાના પ્રમુખ તથા DRDO ના પ્રમુખ સાથે વાત કરી છે.

કોરોના દર્દીઓને જરૂરી સુવિધાઓ આપવાનું કહેવામાં આવ્યું છે.દેશભરમાં કોરોના વાઇરસના વધતા કેસો વચ્ચે ઓક્સિજન ખૂટી રહ્યું છે.સરકાર દ્વારા એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે આવી કોઈ અછત નથી સર્જાઈ.

પણ હોસ્પિટલમાં ઓક્સિજન વગર મૃત્યુ પામતા લોકોના અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.એવામાં DRDO દ્વારા SPO2 પ્રણાલી તૈયાર કરવામાં આવી છે.જે કોરોના દર્દીઓ માટે મદદ રૂપ સાબિત થઇ શકે છે.

માર્ચ મહિનાથી ભારતમાં કોરોનાના કેસો ખુબજ સામે આવી રહ્યા છે.કોરોનાથી પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે અને હોસ્પિટલો અને સ્મશાન દર્દીઓથી ભરાઈ રહ્યા છે.આવામાં કોરોના વાઇરસના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.

error: Content is protected !!