તાઉતે વાવાઝોડામાં દેવી ચામુંડાએ ચોટીલા ધામમાં સાક્ષાત ચમત્કાર આપ્યો.

આપણા દેશમાં એવા કેટલાય દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે, અને તે મંદિરોમાં છેલ્લા કેટલાય સમયથી દેવી-દેવતાઓના ચમત્કારો થતા જ રહે છે. હાલમાં આપણે ચોટીલા વાળા માં ચામુંડાની વાત કરીએ તો, તે રાજકોટ નજીક આવેલું છે અને અહીંયા એક ડુંગર ઉપર બેસ્યા છે માં ચામુંડા અહીંયા આવતા તેમના ભક્તોની બધી જ મનોકામનાઓ પુરી કરી છે.

અહીંયા ચોટીલા ધામમાં માં ચામુંડા કેટલીય વખતે તેમના સાક્ષાત ચમત્કારો આપતા જ રહે છે, થોડા જ સમય પહેલા તાઉતે વાવાઝોડું આવીને ગયું છે, તેના કહેરથી સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળ્યું હતો અને બીજા કેટલાય સ્થળોએ ભારે નુકસાન પણ થયું છે. સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં વીજળીના થાંભલા, કેટલાક મકાનો, ઝાડ અને ખેતીના પાકોને પણ નુકસાન થયું હતું.

તેવામાં માં ચામુંડા ધામને આ વાવાઝોડાની અસર જરા પણ નહતી થઇ મંદિરની સાથે ત્યાંની કોઈ મિલ્કતને પણ નુકસાન નહતું થયું. માં ચામુંડાના ચમત્કારથી અહીંયા બધું અડીખમ ઉભું જ હતું.

જો વાવાઝોડું આવવાથી તોતિંગ થાંભલાઓ, ઝાડ જમીનમાંથી ઉખડી જતા હોય તો અહીંયા મંદિરની એક ધજાને પણ અસર નથી થઇ જેથી આ માં ચામુંડાનો એક સાક્ષાત ચમત્કાર થયો છે.

આ વાવાઝોડાના સમયે પક્ષીઓ અને પશુઓ પણ માતાના મંદિરમાં આવી ગયા હતા જેથી તેમને પણ કઈ જ નહતું થયું માતા આવી રીતે અવારનવાર સાક્ષાત પરચા અને ચમત્કાર આપતા જ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!