આ યુવકની એક બેદરકારીની ભૂલની સજા આખું ગામ ભોગવી રહ્યું છે, આખું ગામ યુવક પર ગુસ્સે થઇ ગયું છે… એવું તો શું કર્યું એને ?

કોરોનાની બીજી લહેરે આખા દેશમાં તાંડવ મચાવ્યું છે. હાલત એવી બની ગઈ છે કે દર્દીઓને દાખલ કરવા માટે હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી. દરરોજ હજારો લોકો ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ પામી રહ્યા છે. કોરોનાને રોકવા માટે સમગ્ર દેશમાં કડક નિયમો તો લાગુ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પણ અમુક લોકો ખુબજ બેદારકારી રાખી રહ્યા છે.

જેના કારણે પોતે તો સંક્રમિત થઇ રહ્યા છે પણ સાથે સાથે બીજા લોકોને પણ સંક્રમિત કરિ રહ્યા છે. મધ્યપ્રદેશથી આવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે. જ્યાં એક વ્યક્તિની ભૂલની કિંમત આખું ગામ ચૂકવી રહ્યું છે. માહિતી અનુસાર આ વ્યક્તિએ પોતે કોરોના સંક્રમિત હોવાની વાત છુપાવી રાખી હતી અને ગામમાં 8 દિવસ સુધી ગામમાં બિંદાસ ફરતો રહ્યો.

આ વ્યક્તિ ગામના એક લગ્ન પ્રસંગમાં સામીલ થયો હતો. આ વાત ત્યારે બહાર આવી જયારે ગામમાં લોકો એક પછી એક બીમાર પાડવા લાગ્યા. હાલત એવી બની ગઈ કે આ ગામમાં

એક જ દિવસમાં 30 લોકો કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે. આ વ્યક્તિની બેદરકારીના લીધે હાલ ગામમાં 3 ડઝનથી પણ લોકો કોરોના સંક્રમિત થયા છે. આ ઘટના વિરુદ્ધ પોલીસ દ્વારા યુવક વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!