આણંદના આ મહિલા ખેડૂત તેમની એક વીઘા જમીનમાં કાશ્મીરી ગુલાબની ખેતી કરીને રોજે રોજ ૨૦૦૦ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે તેથી જ દેશભરમાં અવનવી પદ્ધતિથી ખેતી જોવા મળે છે, આજે બધા જ ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી તરફ વળી ગયા છે. એવા જ એક મહિલા ખેડૂત વિષે આજે આપણે જાણીએ જેઓએ કાશ્મીરી ગુલાબની ખેતી ચાલુ કરી છે.

આ મહિલા ખેડૂત પહેલા તમાકુની ખેતી કરતા હતા પણ તેને છોડીને આ ખેતી તરફ વળ્યાં છે.આણંદ જિલ્લાનાં રાસનોલ ગામનાં મહિલા ખેડૂત નિરાલીબેન પટેલ તેમની એક વીઘા જમીનમાં ગુલાબની ખેતી કરી રહ્યા છે.

તેઓએ તેમની આ જમીનમાં ૧૨૦૦ જેટલા રોપાઓનું વાવેતર કર્યું છે અને તેમાં તેમને રોજનું ૪૦ કિલો રોજનું ઉત્પાદન થાય છે. અત્યારે લગ્ન સીઝન ચાલી રહી છે તો તેમને સીઝનમાં એક કિલોના ૭૦ રૂપિયા સુધી ભાવ મળે છે.

તેમના ગામથી નજીક એક ફૂલોનું માર્કેટ ભરાય છે ત્યાં તેઓ રોજે રોજ આ ફૂલ અહીંયા માર્કેટમાં વેચી આવે છે, આજે તેમને રોજે રોજ ૨ હજાર રૂપિયાની આવક થઇ રહી છે. ગુલાબની ખેતી એક વખતે કર્યા પછી તેમાંથી ૫ વર્ષ સુધી પાક મળેવી શકાય છે અને તેથી નિરાલીબેને આ ખેતી કરવાનું નક્કી કર્યું હતું અને આ ખેતી કરી હતી.

આજે તેઓ ઓછા ખર્ચે રોજે રોજ ૨ હજાર રૂપિયાની આવક કરી રહ્યા છે અને મહિને તેઓ અંદાજિત ૮૦ હજાર રૂપિયાની આવક કરી રહ્યા છે. તેઓ એક બે માણસ રાખીને આ કામ કરાવી રહ્યા છે તો આજે આ મહિલા ખેડૂત અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થયા છે અને ઘણા લોકોએ પ્રેરાઈને આ ખેતી પણ ચાલુ કરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!