૨૧ વર્ષના આ જવાન દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગયા તો તેમની અંતિમ યાત્રામાં આખું ગામ ભીની આંખે જોડાયું.

આપણા દેશની સેવા કરવા માટે હંમેશા સેનાના જવાન તૈયાર જ રહેતા હોય છે તેઓ દિવસ રાત એક કરીને એની કોઈપણ સંજોગોમાં દેશની સેવા કરતા જ રહે છે. તડકો, છાંયડો હોય અથવા ઠંડી અને વરસાદ હોય તો પણ ચોવીસ કલાક દેશની સેવા કરતા જ રહેતા હોય છે. જો કોઈ વખતે આ સેનાના જવાન શહીદ થઇ જાય તો તેનું ઘણું બધું દુઃખ આપણને લાગતું હોય છે.

હાલમાં હરિયાણાના ગૌરાંગ ભોંડસી ગામ જેને જવાનોના ગામ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં એક એવા જ સેનાના જવાન જેઓ ખાલી ૨૧ વર્ષના જ છે અને તેઓ દેશની સેવા કરતી વખતે શહીદ થયા છે. આ જવાનનું નામ તરુણ શર્મા છે, તેઓ સેનામાં દોઢ વર્ષ પહેલા જ જોડાયા હતા. તેમને પાર્થિવ દેહને તેમના ઘરે લવાયો હતો.

તેઓ બીજા જવાન સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને એ વખતે તરુણ બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા અને એ વખતે તેઓ શહીદ થઇ ગયા હતા. તેમની આ બીજી પોસ્ટિંગ હતી અને તે સિયાચીનમાં કરાઈ હતી, એ વખતે તેમની શહાદતની વાત મળતાની સાથે જ પરિવારમાં ઘણો શોકનો માહોલ બની ગયો હતો. પરિવારના લોકો પણ એવું જ કહેતા હતા કે તેમને દીકરાને લગ્ન હજુ નહતા થયા.

તેમના માતા-પિતા તેમના લગ્ન માટે માતા-પિતા છોકરી પણ જોતા હતા અને તેની પહેલા જ આ જવાન દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગયા. તેમના પિતાજી પણ સેનામાં થોડા સમય પહેલા નિવૃત થયા છે, તેમનો પાર્થિવ દેહ જે વખતે તેમના ઘરે લાવવામાં આવ્યો એ વખતે તેનું ઘણું દુઃખ ગામ લોકોને પણ લાગ્યું હતું. આખા ગામે ભેગા થઈને ભીની આંખે આ જવાનને અંતિમ વિદાય આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!