આ છોકરા છોકરીના લગ્નની કહાની સાંભરીને તમને વિશ્વાસ આવી જશે કે જોડીઓ ભગવાન ઉપરથી બનાવી ને જ મોકલે છે, આ સ્ટોરી કોઈ ફિલ્મ કરતા ઓછી નથી.
કહેવામાં આવે છે કે છોકરા છોકરીની જોડી સ્વર્ગમાંથી બનીને આવે છે. ત્યારે અમુક એવી ઘટનાઓ સામે આવે છે કે ભગવાને પહેલેથી જ બધું ફિક્સ કરીને રાખ્યું છે. બે વર્ષ પહેલા આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. આજથી 22 વર્ષ પહેલા કેરળની એક સ્કૂલમાં આર્મી મેનની પત્નીનું નાટક ભજવાયુ હતું. આ નાટકમાં જે છોકરા અને છોકરી ભાગ લીધો હતો તે સ્કૂલમાં ભણીને છુટા પડી ગયા હતા.
પોત પોતાની જિંદગીમાં આગળ વધી ગયા હતા. પણ નસીબ તો જોવો 22 વર્ષ પછી આ છોકરા અને છોકરીઓ સાચેમાં લગ્ન કર્યો હતા. છોકરાએ નાટકમાં આર્મી મેનનું રોલ ભજવ્યું હતું તે પોતાની રિયલ લાઈફમાં પણ આર્મીમાં કપ્તાન છે.
શ્રી રામ હાલ જમ્મુ કશ્મીરમાં કપ્તાન તરીકે ફરજ બજાવી રહ્યો છે અને આર્ય શ્રી ડોક્ટર છે. બંનેએ 22 વર્ષ પહેલા સ્કૂલના નાટકમાં ભાગલીધો હતો અને પતિ પત્ની બન્યા હતા.
22 વર્ષ પછી આ બંને એ સાચે પતિ પત્ની બની ગયા. આ બંનેના લગ્નમાં બંનેના પરિવાર અને સ્કૂલનો સ્ટાફ હાજર હતો કે જેમને આ નાટકનું આયોજન કર્યું હતું. એટલું જ નહિ આ બંનેની માતા એજ સ્કૂલમાં શિક્ષિકાઓ હતી અને બંને એક સાથે ગર્ભવતી બની હતી.
શ્રી રામે ફેસબુક દ્વારા આર્યશ્રીનો સંપર્ક કર્યો હતો અને પોતાના સ્કૂલના લગ્નનના પ્રસંગને યાદ કરતા લગ્ન માટે પ્રપોઝ કરી હતી. આ પછી બંનેએ લગ્ન કર્યા અને હાલ તેમની સ્ટોરી સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહી છે.