શું ક્રિકેટર ૧ મિનિટ માટે પણ ઉભા ના રહી શકે, પોલીસે એમ્યુલન્સને રોકીને ક્રિકેટરની બસ પહેલા જવા દીધી..
આ કોરોનાની ઘાતકી લહેરે આખા દેશની ઉપર તેની કહેર મચાવી દીધી છે, તેવામાં દર્દીઓને પણ ૧૦૮ માં હોસ્પિટલમાં દાખલ થવાની માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. દર્દીના પરિવાર જનોએ પણ હોસ્પિટલને ઘણી આજીજી પણ કરવી પડે છે, તેવામાં આવી કપળી પરિસ્થિતિમાં કેટલાક લોકો અને સંસ્થાઓ કોવીડના દર્દીઓની મદદે આવી છે.
લોકો તેમનાથી થતી મદદ પણ કરે છે. જેમાં જમાડે છે, ઓક્સિજનની સુવિધાઓ પણ પુરી પડે છે તેની સિવાય જે લોકો ઘરે ક્વોરેન્ટાઇન હોય તેમને દવાખાને અથવા તેમને કોઈ સામાન જોઈએ તો એ પણ લાવી આપવાનું કામ કેટલાક લોકો કરે છે. તો આવા નેક કામોની સામે કેટલાક કાળાબજારીઓ અને કેટલાક માનવતાને હચમચાવી દે તેવા કિસ્સાઓ નજર સામે આવ્યા હોય છે.
તેવામાં IPL ના ખેલાડીઓની બસ જયારે જઈ રહી હતી તેવામાં એક એમ્બ્યુલન્સને પણ રોકવામાં આવી હતી, તેનો એક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે આ વિડિઓ અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા નજીકનો છે.
હાલની આવી સ્થિતિના ધ્યાનમાં રાખીએ તો હાલ દર્દીઓની માટે એમ્બ્યુલન્સએ લોકોને બચાવવાનું એક હથિયાળ છે તેને પણ આવી રીતે પોલીસ રોકશે તો કદાચ દર્દીની હાલત ગંભીર હોય તો તેને કઈ પણ થઇ શકે છે.
આ IPL ની ટીમની બસ આ એમ્બ્યુલન્સ જ્યાં સુધી જતી રે ત્યાં ૧ મિનિટ માટે ઉભી ના રહી શકે, ખરેખર હાલમાં માનવતા મરી ગઈ છે. આ ક્રિકેટરને સાચવવાની માટે આ એમ્યુલન્સને આવી રીતે રોકીને પોલીસે આ માનવતાને શર્મસાર કરે તેવું કામ કર્યું છે.