ભુવા ધુણાવા માટે આખું ગામ ભેગું થયું નાતો કોઈએ માસ્ક પહેર્યું હતું કે નાતો સોસીયલ ડિસ્ટન્સ જળવાયું, પોલીસે એવી કાર્યવાહી કળી કે….

વડાપ્રધાન મોદી કોરોનાથી બચવા માટે દો ગજકી દુરી અને માસ્કનો સંદેશો આપી રહયા છે.કોરોનાની આવી પરિસ્થિતિમાં કોરોના નિયમન ધજાગરા કરતી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે.આવામાં તંત્રની ઊંઘ ઉડાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.બનાસકાંઠાના નાના કપરા ગામે જાહેરમાં ભુવા ધુણવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને જોવા માટે માસ્ક વગર લોકોના ટોળા એકત્ર થયા હતા.સોસીયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાવતો આ ઘટનાનો વિડીયો હાલ સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.

હાલ સમગ્ર ગુજરાત કોરોના સંક્રમણનો ભોગ બની ગયો છે. અને દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે.બનાસકાંઠામાં આવેલા નાના કપરા ગામમાં બે દિવસ પહેલા માતાજીના મંદિરે ભુવા ધૂણવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારી ચાલી રહી છે અને આ કાર્યક્રમ માટે લોકોને પત્રિકા છપાવીને જાહેરમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મોડી રાતે ભુવા ધુણતા જોવા માટે લોકોના ટોરા એકત્ર થયા હતા.

આ કાર્યક્રમમાં લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા અને સોસીયલ ડીસ્ટન્સના તો ધજાગરા ઉડ્યા હતા.આ ઘટનાનો વિડીયો વાઇરલ થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.આ ઘટના વિરુદ્ધ પોલીસ દ્વારા કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

error: Content is protected !!