આજથી આ દંડ ઉગરાવવામાં નહીં આવે સરકારે લીધો મોટો નિર્ણય, ઘરે થી નીકળતા પહેલા જાણી લો.
ગુજરાતમાં હાલ કોરોના પોતાનો હાહાકાર મચાવી રહ્યો છે.ત્યારે ગુજરાત પોલીસ દ્વારા કોરોના નિયમોના માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનો કડકાઈ થી પાલન કરાવવામાં આવી રહ્યો છે.
અને જે લોકો માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સના નિયમોનું ભંગ કરતા પકડાય તો તેમની પાસેથી દંડ ઉગરાવવામાં આવે છે.જો તમે વાહનમાં પર છો અને માસ્ક નથી પહેર્યું હોય તો દંડ ઉગરાવવામાં આવે છે અને સાથે સાથે વાહન પણ જપ્ત કરવામાં આવે છે.
ઉગરાવાતા આ નિયમોને લઈને ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ હાલ ખુબજ વધી રહ્યું છે.કોરોનાનું સંક્રમણ વધુના ફેલાય એ માટે ગુજરાત પોલીસ દ્વારા કોરોના નિયમોનું ખુબજ સખ્તાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે.તમે જો વાહન પર હોય અને જો માસ્ક ન પહેર્યું હોય તો કોઈ માસ્ક અને ટ્રાફિક બંને દંડ ઉગરાવવા આવતો હતો.
ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ટ્રાફિકને લગતા કોઈ પણ દંડ વસુલવામાં આવશે નહિ.હવે થી જો તમે વાહન પર હોય અને માસ્ક ન પહેર્યું હોય તો કોઈ પણ પ્રકારનો ટ્રાફિક દંડ ભરવો પડશે નહિ અને તમારું વાહન પણ જપ્ત કરવામાં આવશે નહિ.
હાલ જપ્ત કરેલા વાહનો લેવા માટે RTO માં લોકોની લાંબી લાઈનો લાગી રહી છે.લોકોને હેરાન નહિ થવું પડે અને વધારે સંક્રમણ ન ફેલાય એના માટે હવેથી જો તમે તમારા વાહન પર છો અને માસ્ક નથી પહેર્યું તો કોઈ પણ ટ્રાફિક દંડ લેવામાં આવશે નહિ.પણ તમારે માસ્ક તો પહેરવું જ પડશે જો નહિ પહેર્યું હોય તો એનો દંડ તો ભરવો પડશે.