ગુજરાતમા કોરોના બેકાબૂ બનતા રાજ્યનુ આ મોટું શહેર આજથી 3 દિવસ બંધ.

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ખુબજ વકરી છે.ત્યારે કોરોનાની આ ચેનને તોડવી ખુબજ અગરી છે.ત્યારે આજ બપોરથી સોમનાથનું કોડિનાળ શહેરને સતત 3 દિવસ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.કોડીનાર શહેરની અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનને જબળો પ્રતિસાદ આપ્યો છે.હાલ કોડિનાળ અને ગ્રામ વિસ્તારો સુમસામ બન્યા છે.

કોરોનાની બીજી લહેર સમગ્ર દેશમાં કહેર વરસાવી રહી છે.સમગ્ર ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે.આ સ્થિતિમાં સોમનાથના ઉના અને તળાજામાં તો બે દિવસ પહેલાજ બંધ કરી દેવામાં આવ્યા હતા.

ત્યારે આજે બપોરથી જ કોડિનાળમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.કોડિનાળ નગરપાલિકા અને વેપારીમંડર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને કોડિનાળના લોકોએ ખુબજ આવકાર્યો છે.

શહેરની તમામ નાની મોટી દુકાનો, પાનના ગલ્લા અને ચાની લારી વગેરે સજ્જડ બંધ જોવા મળશે.માત્ર મેડિકલ સ્ટોર જ ખુલ્લા છે.દૂધની ડેરી પણ સવારે અને સાંજે બે કલાક જ ખુલ્લી જોવા મળશે.

આ 3 દિવસના લોકડાઉન બાદ જો કોરોનાનું સંક્રમણ નહિ ઘટે તો લોકડાઉનને લંબાવામાં પણ આવશે.જે વાત પર કોડિનાળના લોકોનો પૂરો સાથ મળી રહ્યો છે.વહીવટી તંત્ર પણ કોડિનાળના આ નિર્ણયથી ખુબજ ખુશ છે.

error: Content is protected !!