આ એક પાન તાવ, કરમિયા, સંધિવા અને સાઇટિકા જેવી બીમારીઓ સામે રામબાણ જેવું કામ કરશે…
આખી દુનિયામાં લોકો રોગોથી બચવા માટે અને શરીરને નિરોગી બનાવવા માટે તેમનાથી થાય એટલા ઉપાયો કરતા જ હોય છે. તો આજે આપણે એક એવી જ વનસ્પતિના પાન વિષે જાણીએ જેનો ઉપયોગ કરવાથી સંધિવા, તાવ અને કરમિયા જેવી તકલીફો દૂર થઇ જાય છે.
તે છોડનું નામ પારિજાત છે, તેના પાનથી આ ઉપાયો કરી શકીએ છીએ, આપણા આયુર્વેદમાં ચરક ઋષિએ તેના કેટલાય વખાણો પણ કર્યા છે. તમારે આ છોડને ઓરખવા માટે તેના ફૂલની દાંડી કેસરી હોય છે અને ફૂલ સફેદ રંગના હોય છે
અને તેના પાન ખડબચડા હોય છે. જે લોકોને સાઇટિકાની તકલીફ હોય છે તે લોકોએ આ પારિજાતના બે પાનનો રસ નીકરીને સવાર અને સાંજ પીવાનો છે, જેથી ખાલી ત્રણ જ અઠવાડિયામાં ફરક પડી જાય છે.
સૌથી વધુ પ્રમાણમાં લોકોને સંધિવાની તકલીફ થતી હોય છે, ઢીંચણમાં દુખાવો રહેતો હોય છે. તેવા લોકોએ આ પારિજાતના ૮ થી ૧૦ પાન લેવાના છે, તેને ટુકડા કરી લેવાના છે. તેને એક ગ્લાસ પાણીમાં આ ૮ થી ૧૦ પાનના ટુકડા કરીને તેન ગરમ કરવાનું છે ત્યારબાદ તે અડધું થઇ જાય પછી પીવાનું છે,
આ ઉકાળો સવારે અને સાંજે પીવાનો છે. જે લોકોને કૃમિ થતા હોય તેવા લોકોએ સવારે અને સાંજે પારિજાતના બે પાનનો રસ કાઢીને તેના ખાંડ નાખીને પીવાનો જેથી તમને જલ્દીથી રાહત મળી જશે. જે લોકોને મેલેરિયાનો તાવ હોય કે પછી મરડો થયો હોય તો પણ આ પાનનો ઉકાળો પીવાથી બે થી ત્રણ દિવસમાં રાહત જોવા મળે છે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.