પિતાનો કામ-ધંધો બંધ થઇ જતા આજે ૯ વર્ષનો છોકરો તેના આખા પરિવારનું ગુજરાન ચલાવે છે…

કોરોનાની મહામારીએ દેશભરમાં તેનો કહેર વરસાવ્યો છે, આ મહામારીએ કેટલાય લોકોને બેઘર કરી દીધા છે. જેમાં લોકોને માંગીને ખાવાનો વારો પણ આવી ગયો છે. કેટલાય લોકોની નોકરી પણ છૂટી ગઈ છે જેથી તેમની બીજી નોકરી પણ મળતી નથી. લોકો પેટ ભરવા માટે જાણે રખડતા થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે.

તેવો જ એક કિસ્સો દિલ્હીના ક્રિષ્નાનગર માર્કેટનો છે, જ્યાં એક ૯ વર્ષનો છોકરો છે તે માથામાં લગાવવાની રબર બેન્ડ વેચે છે. તેનું નામ જસપાલ સીંગ છે, જસપાલ સીંગ ત્યાં તેના મમ્મી, પપ્પા અને ભાઈની સાથે રહે છે.

તે રબર બેન્ડ વેચીને તેનું ગુજરાન ચલાવે છે. તેના પપ્પા પહેલા એક ટ્રાન્સપોર્ટની ટ્રક ચલાવતા હતા અને જે હાલમાં કોરોનાના કારણે ઘરે જ છે અને તેમને બીજી નોકરી પણ નથી મળી.

તેવામાં આ છોકરાની મમ્મી પણ ઘરે જ છે અને તે પણ કઈ કામ નથી કરતા, જેથી આ ૯ વર્ષનો જસપાલ સીંગ રોડ ઉપર રબરબેન્ડ વેચીને તેમાંથી રોજના ૨૦૦ થી ૩૦૦ રૂપિયા કમાઈને હાલમાં

તેના આખા પરિવારનું ગુજરાન ચલાવે છે. જસપાલ સીંગ આ કામ કરવાની સાથે સાથે ભણે પણ છે. ખરેખર આ દુનિયામાં નાની ઉંમરે પણ આ છોકરાને મહેનત કરીને ગુજરાન ચલાવવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!