આજના યુગનો શ્રવણ, પિતા બીમાર થઇ જતા આજે દીકરો દિવસ રાત મહેનત કરી પિતાની સારવારથી લઈને પરિવારનો બધો જ ખર્ચ આ દીકરો એકલા હાથે ઉઠાવે છે.

જયારે પરિવારમાં તકલીફ અને દુઃખ આવે ત્યારે બાળકો પણ માતા પિતાની મદદ માટે સામે આવતા હોય છે. આજે અમે તમને એક એવા જ દીકરા વિષે જણાવીશું કે જે આજે નાની ઉંમરમાં માતા પિતાનો સહારો બન્યો છે. આ દીકરાનું નામ બંટી છે અને તે દિલ્હીમાં પોતાના પરિવાર સાથે રહે છે. બંટી ૧૦ માં ધોરણમાં પોતાનો અભ્યાસ કરે છે.

બંટીના પિતા ચાઈનીઝ ફૂડની લારી ચલાવીને પોતાના આખા પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અને તેની માતા લોકોઆ ઘરે કામ કરતી હતી. પિતાની અચાનક તબિયત બગડી જતા. આખા પરિવારની જવાબદારી બંટીની માતા પર આવી ગઈ હતી, બંટીના પિતાની દવાઓનો ખર્ચ , ઘર ચલાવવાનો ખર્ચ અને બંટીના ભણવાનો ખર્ચ તેની માતાની કમાણી પર ચાલી શકે તેમ નહતું.

માટે બંટીએ નક્કી કર્યું કે તે પોતાના માતા પિતાનો સહારો બનશે. બંટીએ પોતાના પિતાની ચાઈનીઝની લારી ફરી ચાલુ કરવાની નક્કી કરી અને તેને તે લારી ચાલુ પણ કરી દીધી આજે બંટી ચાઈનીઝ ફૂડની લારી ચલાવે છે. અને પોતાની માતાને ઘર ચલાવવામાં મદદ કરે છે. આજે મોટા ભગાનું ઘર બંટીની કમાણી પર ચાલે છે.

બંટીની આટલી મહેનત જોઈને એક યુવકનું દિલ પીગળી ગયું. માટે તે તરત જ બંટી પાસે ગયો અને તેની બધી કહાની જાણી. તો તેને બંટીને કહ્યું કે મારી માટે મંચુરિયન બનાવ. યુવકના ૬૦ રૂપિયા થયા હતા. પણ યુવકે બંટીની મહેનત જોઈને તેને ભેટમાં ૩૦૦૦ રૂપિયા આપ્યા. યુવકે કહ્યું કે આજકાલ માતા પિતાનું આવ્યા વિચારનાર દીકરો બહુ ઓછા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!