ફાગવેલમાં આજે પણ લોકોને ભાથીજી મહારાજના સાક્ષાત પરચા થાય છે, જાણો તેમની મહિમા વિષે.

ભાથીજી મહારાજના પરચા વિષે તો બધા જાણતા જ હશો. આજે પણ ફાગવેલમાં સાક્ષાત ભાથીજી મહારાજ બિરાજમાન છે. ફાગવેલ ખેડા જિલ્લાના કપડવંજ નજીક આવેલું છે. ફાગવેલ એજ ગામ છે.

જ્યાં આજથી 500 વર્ષ પહેલા ભાથીજી મહારાજનો જન્મ થયો હતો. માનવામાં આવે છે. કે ભાથીજી મહારાજ નાગ દેવતાનો અવતાર હતા. દૂર દૂરથી ભક્તો અહીં પોતાના દુઃખ દૂર કરવા ભાથીજી મહારાજને પ્રાર્થના કરવા માટે આવે છે.

જયારે ભાથીજી મહારાજ 1 મહિનાના હતા. ત્યારે લોકોને તેમના કપાળ પર નાગ દેવતાનું નિશાન જોવા મળ્યું હતું ત્યારથી લોકો માની ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી. આ બાળક નાગ દેવતાનો અવતાર છે. જેમ જેમ તે મોટા થયા તેમ તેમ તેમની લીલાઓએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જયારે ભાથીજી મહારાજના લગ્ન ચાલતા હતા.

એવામાં દુશ્મનો ગામની ગયો લઈને જવા લાગ્યા આ સમાચાર તેમને મળ્યા ત્યારે તેમને પોતાના લગ્નના ફેરા અધૂરા મૂકીને દુશ્મનો સાથે લડવાનું નક્કી કર્યું. ત્યારે તેમની શૂરવીરતા જોઈ ને દુશ્મનો પણ હેરાન થઇ ગયા.

એક એવો સમય પણ આવ્યો કે ભાથીજી મહારાજનું માથું ધડથી અલગ થઇ ગયું છતાં પણ ભાથીજી મહારાજ દુશ્મનો સાથે લડતા રહ્યા અને ગાયોને દુશ્મનોથી મુકત કરાવી. માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય અને તે ભાથીજી મહારાજની બધા માને તો તેને સર્પ દંશથી છૂટકળો મળે છે અને તેનો જીવ બચી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!