આજે મોહિની એકાદશી છે આજના દિવસે ચુપચાપ ઘરની આ જગ્યાએ દીવો પ્રગટાવી દો, ગરીબી ઘરમાં આવતા પણ વિચાર કરશે…

આપણા હિન્દૂ ધર્મમાં દેવી-દેવતાઓને અઠવાડિયાના દરેકે દરેક વારનું શ્રેષ્ઠ મહત્વ આપવામાં આવ્યું છે. આખા વર્ષ દરમિયાન કેટલાક ખાસ દિવસો પણ દેવી-દેવતાઓની માટે આવતા હોય છે. આ વખતે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશી આ વખતે ૨૩ મી મેં એટલે આજે છે. આ એકાદશીને મોહિની એકાદશી તરીકે પણ માનવામાં આવે છે.

આ એકાદશીનું એક આગવું મહત્વ છે, જેમાં આ દિવસે તમારે ઘરની આ જગ્યાએ ચોક્કસ દીવો કરવાનો છે અને આ વસ્તુઓનું ગ્રહણ નથી કરવાનું. આમ કરવાથી તમને કરોડપતિ બનતા કોઈ ના રોકી શકે.

તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે. તેની સાથે સાથે ગરીબાઈ તો તમારા ઘરની સામે પણ નઈ જોવે. તેની માટે તમારે આ એકાદશીના દિવસે લસણ, ડુંગળી, ચોખાનું સેવન ના કરવું જોઈએ. આ દિવસે તમારે વહેલા ઉઠીને ગંગા સ્નાન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ.

ત્યારબાદ તમારે ભગવાન સૂર્યદેવને જળ ચલાવવું જોઈએ, તેની સાથે સાથે આ દિવસે તમારે અન્નના ખાવું જોઈએ. આ એકાદશીના દિવસે ફળ ખાવા જોઈએ, અને આ એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરવું જોઈએ.

સવારે ભગવાન વિષ્ણુજી અને દેવી લક્ષ્મીજીની પૂજા કર્યા પછી તમારે એક લોટનો દીવો બનાવવાનો છે. જે વખતે તમે આ લોટનો દીવો બનાવો છો તેવામાં આ લોટમાં જળ સિવાય બીજું કઈ નથી નાખવાનું. આ દીવો બની ગયા પછી તમારે પૂજા સ્થાને બેસીને આ દીવામાં ગાયનું ઘી પૂરીને તેને ઉત્તર દિશામાં મોં રાખીને પ્રગટાવવાનો છે.

આ દીવાની સામે તમારી તમામ મનોકામનાઓ કરવાની છે, ત્યારબાદ આ દીવાને ઘરના મુખ્ય દરવાજાની સામે મૂકી આવવાનો છે. આ ઉપાય સાંજના સમયે કરવાનો છે આ દીવો દરવાજા પાસે લઇ જઈને ઉત્તર દિશામાં રાખી દેવાનો છે. આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઇ જશે. ઘરની બાજુ ગરીબી નજર પણ નઈ નાખે.

error: Content is protected !!