૧૦૦ એડ અને ૧૦ ફિલ્મોમાં કામ કરનાર યુવકનું એવું નસીબ બદલાયું કે આજે ઘરે આવીને પોતાની માતા સાથે નાની એવી દુકાનમાં કામ કરવું પડી રહ્યું છે.

મિત્રો તમે એતો તમારા બાપ દાદા પાસે જરૂર સાંભર્યું હશે કે જીવનનું કઈ નક્કી નથી હોતું. તે કોઈપણ સમયે બદલાઈ જાય છે. અને ગમે તેવો સમય આવે વાસ્તવિકતાને જોઈને હિંમતથી કામ લેવું જોઈએ. આજે અમે તમને એક એવા જ યુવક વિષે જણાવીશું કે જેનું જીવન એવું બદલાયું કે તેને કયારેય વિચાર્યું પણ નહિ હોય, પણ તે યુવકે તેને નસીબ માનીને પોતાના જીવનમાં આજે આગળ વધી ગયો છે.

આ યુવકનું નામ દિપક છે અને દિપકનો જન્મ ખુબજ સુખી પરિવારમાં થયો હતો. દિપકને બાળપણથી જ એક્ટિંગ કરવાનો ખુબજ શોખ હતો. માટે તેમને ૪ વર્ષ નોકરી કરીને મુંબઈ એક્ટિંગ માટે ગયા. જયારે તે મુંબઈ આવ્યા ત્યારે તેમને ગણી મહેનત કરી ધીરે ધીરે તેમને એડ મળવા લાગી.

દીપકે આજ સુધી ૧૦૦ થી પણ વધારે એડ ફિલ્મમાં કામ કર્યું છે અને અને ઘણીં ફિલ્મોમાં પણ નાના મોટા રોલ કર્યા હતા. આટલું કામ કરીએં તેમનું જીવન પાટા પર આવ્યું હતું અને અચાનક લોકડાઉન લાગી જતા. તેમને ૬ મહિના ઘરે બેસવું પડ્યું અને એ ૬ મહિનામાં તેમની પાસે જેટલા પણ પૈસા બચાવેલા હતા એ ખર્ચ થઇ ગયા અને તે પાછા ઝીરો પર આવી ગયા.

તેમના એ સમયે લગ્ન પણ થઇ ચુક્યા હતા. દિપકને થયું કે તેમનું જીવન હવે પતિ ગયું છે, પણ તેમની પત્નીએ તેમને હિંમત આપી અને તેમને નક્કી કર્યું કે તે પોતાના શહેરમાં છોલે કુલચા વેચશે. આજે દિપક પોતાની માતા સાથે આ દુકાનમાં કામ કરે છે અને તેમને આશા છે કે તેમનું જીવન એક દિવસ જરૂરથી બદલાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!