દીકરાને જન્મથી જ એક હાથ નહતો તો માતા પિતાને તેની ખુબજ ચિંતા થતી હતી કે દીકરાનું શું થશે, પણ દીકરાએ એવી સિદ્ધિ હાસિલ કરી કે આજે માતા પિતા દીકરા પર ગર્વ અનુભવી રહયા છે.

મિત્રો આજે અમે તમને એક એવા યુવક વિષે જણાવીશું કે જેની કહાની જાણીને તમે પણ અંદરથી માની જશો કે જીવનમાં કઈપણ થઇ જાય કયારેય હિંમત નહિ હારવી જોઈએ. જે હિંમત નથી હરતું.

તેનો સદાય વિજય થાય છે. આ યુવકનું નામ અભિષેક છે અને તે લાખનઉનો રહેવાસી છે. જન્મથી જ અભિષેકનો એક હાથ નથી.જયારે અભિષેકનું જન્મ થયો ત્યારે લોકોએ તેમના માતા પિતાને કહ્યું કે તમારો દીકરો જીવનમાં શું કરશે.

લોકોની આવી વાતો સાંભરીને માતા પિતાને પણ દીકરાની ખુબજ ચિંતા થવા લાગી છે. અભિષેકને બાળપણથી જ ડાન્સમાં ખુબજ શોખ હતો. તે પોતાની જાતને સામાન્ય જ માનતા હતા. તેમને કયારેય પોતાની જાતને બીજા વ્યક્તિથી ઓછી નહતી માની. તે ટીવીમાં જોતા જોતા ડાન્સ શીખતાં.

તે જયારે મોટા થયા ત્યારે પોતાની અપંગતાને બાજુમાં મૂકીને તેમને અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લેવાનું શરૂ કર્યું. લોકોને તેમનો ડાન્સ ખુબજ પસન્દ આવવા લાગ્યો અને તેમને ગણા પ્રોગ્રામોમાં ભાગ લેવાનું નક્કી કર્યું. ધીરે ધીરે તેમની લોકપ્રિયતા વધતી ગઈ અને તેમને પોતાના જ શહેરમાં એક ડાન્સ સ્ટુડિયો ખોલ્યો.

આજે તે ઘણા વિદ્યાર્થીઓ તેમની ત્યાં ડાન્સ શીખવા માટે આવે છે. આજે અભિષેકે પોતાની મહેનતથી પોતાના મનગમતા ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવ્યું. આજે તેમના માતા પિતાને પોતાના દીકરા પર ખુબજ ગર્વ છે.

error: Content is protected !!