જયારે યુવકનો જન્મ થયો ત્યારે લોકો કહેવા લાગ્યા કે આ તેના જીવનમાં કઈ નહિ કરી શકે. પણ યુવકે એવું કરી બતાવ્યું કે આજે તેને જોવા માટે ટીવી ચાલુ કરવી પડે છે.

મિત્રો તમે એવા ઘણા લોકો જોયા હશે કે જો કદાચ તેમનું એક અંગ નકામું થઇ જાય તો થાકી હારીને બેસી જાય છે અને વિચારી લે છે કે આપણે આપણા જીવનમાં કશું નહિ કરી શકીએ અને ઘણા યુવાનો આવું બધું વિચારીને હતાશ અથવા નિરાશ રહેવા લાગે છે. આજે અમે તમને એક એવા યુવાન વિષે જણાવીશું કે જેના હાથ પગ નથી તો પણ આજે તે સફળ વ્યક્તિની યાદીમાં તેનું નામ છે.

આ યુવકનું નામ નિક છે અને તે ઓસ્ટ્રેલિયામાં રહે છે. જન્મથી જ તેમાં હાથ પગ નથી. આખી દુનિયામાં આવા ફક્ત 7 જ લોકો છે. જેમના હાથ પણ નથી. જયારે નિકનો જન્મ થયો ત્યારે બધા લોકોએ કહ્યું કે આ બાળક પોતાના જીવનમાં કઈ નહીં કરી શકે. તમારા પણ બોજ બની જશે, પણ તેના માતા પિતાએ તેને ઉછેળવાનું નક્કી કર્યું અને ટ્રેનિંગ આપવા લાગ્યા.

કોઈપણ જાતના ભેદભાવ વગર નિકના માતા પિતાએ તેનો ઉછેળ કર્યો હતો. તે જયારે સ્કૂલમાં જતા ત્યારે તેમને ગણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. નિકે એકાઉન્ટમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. તેમને ક્યારેય એવું નહતું વિચાર્યું કે મારામાં કોઈ કમી છે. તે એમજ વિચારતા હતા કે ભગવાને તેમને કઈ અલગ કરવા માટે જ આવો બનાવ્યા છે.

જીવન જીવવાની આવી રીત જોઈને નીકને લોકો ભાષણ આપવા માટે બોલાવવા લાગ્યા. તેમના પહેલા ભાષણથી જ લોકો ખુબજ પ્રભાવિત થઇ ગયા. તેમને ગણા ટીવી શો માં પણ બોલાવવા લાગ્યા હતા.

તેમની વાતો સાંભરીને ઘણા ભાલ ભલા લોકો મિટિવેટ થઇ જતા હતા. આજે નિક દુનિયાના સૌથી સારા મોટિવેશનલ સ્પીકરમાં તેમની ગણના થયા છે. તેમના માતા પિતાને આજે ખુબજ ગર્વ છે.

error: Content is protected !!