માતા પિતાની કમાણીથી ઘર ચલાતું નહોવાથી આ દીકરી આજે ગંગા નદીના કિનારે લોકોને ચાંદલા કરીને ઘર માટે કમાણી કરે છે.

જે બાળકોએ બાળપણથી જ પરિવારમાં ગરીબી જોયેલી હોય તો તે બાળકો નાનાપણથી જ ખુબજ સમજદાર બની જાય છે અને કોઈપણ રીતે પરિવારની મદદ કરવા લાગે છે. એક યુવક હરિદ્વાર ગંગા માતાના દરબારમાં દર્શન કરવા માટે ગયો હતો.

ત્યાં તે ગંગા નદીના કિનારે બેઠો હતો કે ત્યાં એક નાની દીકરી આવી અને તેને તે યુવકને ચંદનનો ચાંદલો લાગવા માટે કહ્યું.તો યુવકે તે દીકરી સાથે વાત ચિત કરવાનું શરૂ કર્યું તો યુવકને ખબર પડી એ આ દીકરીના માતા પિતા ખુબજ ગરીબ છે.

પિતા હાથ રીક્ષા ચલાવે છે અને માતા છૂટક મજૂરી કામ કરે છે. તો પણ ઘરનું ગુજરાન ચલાવવું ખુબજ મુશ્કિલ પડી જાય છે. એટલા માટે હું જયારે શાળાએથી ઘરે આવું છુ. એના પછી મારા મિત્રો સાથે ગંગા નદીના કિનારે આવું છુ.

તેનાથી હું મારા દરરોજ ૧૦૦ થી ૧૫૦ રૂપિયાની કમાણી કરી લઉં છુ. તેનાથી મારા માતા પિતાને મદદ મળી રહે છે. આ વાત સાંભરીને યુવક ખુબજ આશ્ચર્યચકિત થઇ ગયો. કે આ દીકરી આટલી નાની ઉંમરમાં ખુબજ સમજદાર થઇ ગઈ છે.

જે માતા પિતાને ઘર ચલાવવામાં મદદ કરી રહી છે. પછી તે યુવકે દીકરી પાસે ચાંદલો કરાવ્યો.યુવકે દીકરીને બદલામાં ૫૦૦ રૂપિયા આપ્યા, ૫૦૦ રૂપિયા જોઈને દીકરી ખુબજ ખુશ થઇ ગઈ અને તેને તે યુવકનો આભાર માન્યો. કારણ કે આવો બનાવ તેની સાથે પહેલી વાર થઇ રહ્યો હતો. ૫૦૦ રૂપિયા મળતા દીકરી ખુબજ ખુશ થઇ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!