આ પિતાએ પોતાની પત્ની અને બાળકો માટે એક જ રાતમાં પોતાની બધી જ સંપત્તિ છોડી દીધી હતી. આજે આખો પરિવાર ખુલ્લા આકાશ નીચે રસ્તા પર રહી રહ્યો છે.

આજે અમે તમને એક એવા પરિવાર વિષે જણાવીશું કે જે એવી પરિસ્થિતિમાં રહે છે કે જેને જોઈને તમે પણ ખુબજ દુઃખી થઇ જશો. આ પરિવારમાં ત્રણ દીકરા અને પતિ પત્ની રહે છે. પિતા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે હાથ રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને માતા પણ છૂટક મજૂરી કામ કરે છે કારણ કે તો પોતાના પરિવારને બે ટાઈમ જમવાનું મળી રહે.

આ પરિવાર પાસે રહેવા માટે એક ઘર પણ નથી. આખો પરિવાર એક ઝાડ નીચે રહીને પોતાના જીવન જીવી રહયા છે. ઝાડના થળીયા ની બાજુમાં ચાદર લપેટીએ પોતાનો સમાન મેકે છે. સુવાનું પણ ખુલ્લા આકાશ નીચે. આ પરિવારની આવી પરિસ્થિતિ આવી કઈ રીતે બની એની પાછળ પણ એક કારણ છે. બાળકોના પિતાએ જયારે તેમની માતા સાથે લગ્ન કર્યા.

તો યુવકના મોટો ભાઈ આ લગ્નની વિરુદ્ધમાં હતો. માટે આ પરિવારને પોતાનું મકાન છોડીને રસ્તા પર રહેવા માટે આવી ગયો હતો. કારણ કે આ યુવકે તેના મોટા ભાઈને કહ્યું કે મે લગ્ન કર્યા છે આ મહિલા સાથે હવે તે મારી પત્ની છે અને હવે હું આખું જીવન એની સાથે જ વીતાવીશ ભલે મારે રોડ પર રહેવું પડે.

માટે પોતાના પરિવાર ખાતર આ યુવાન આજે રોડ પર રહી રહ્યો છે. તે રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને માતા પોતાના બાળકો માટે છૂટક મજૂરી કરી લે છે. આજે લોકો આ પરિવારને તેમનાથી બનતી થોડી ગણી મદદ કરી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!