આ યુવાનો કોરોના કાળમાં મફતમાં ઓક્સિજન પૂરો પાડી રહ્યા છે, ખરેખર માનવતાનું આ દ્રશ્ય જોઈ તમે પણ હચમચી જશો…
દેશભરમાં કોરોનાએ માથું ઊંચક્યું છે અને તેનાથી લોકોની મોટી કતારો હોસ્પિટલની બહાર જોવા મળી રહી છે. હાલ હોસ્પિટલોમાં પણ ઓક્સિજનની અછત સર્જાઈ છે અને તેથી કરીને લોકોએ જાતેજ વ્યવસ્થા કરવી પડી રહી છે. હાલ આવી કપળી પરિસ્થિતિમાં લોકો એક દર્દીઓની મદદે આવી ગયા છે અને તેમની સાચી માનવતા પણ દર્શાવી રહ્યા છે.
તેવો જ એક માનવતાનો કિસ્સો અમદાવાદમાં જોવા મળ્યો છે, જેમાં યુવાનો ભેગા મળીને જે દર્દીઓને ઓક્સિજનની જરૂર હોય તેમને ઓક્સિજન પહોંચાડી રહ્યા છે. જેમાં નવાઈની વાત તો એ છે કે,
આ ઓક્સિજનની સેવા આ યુવાનો મફતમાં આપી રહ્યા છે. જયારે આ યુવાનોની ટીમને પૂછવામાં એવું તો તેઓએ એવું જણાવ્યું હતું કે, હાલ લોકોના ફોન આવે છે કે અમને હાલમાં બહુ જ મોટી તકલીફો પડી રહી છે અમારી મદદ કરો.
ત્યારે જ અમારી ટીમે જે લોકોને ઇમર્જન્સી હોય કે, જે લોકોને ઓક્સિજન ના મળતો હોય તેવા લોકોને અમે ઓક્સિજનની બોટલની સાથે આખી કીટ મફતમાં પહોંચાડીએ છીએ.
આ ટીમમાં ૧૫૦ થી પણ વધુ મિત્રો છીએ. અમારી ટીમએ અલગ-અલગ કામ કરે છે કેટલાક લોકો ઓક્સિજનની રિફિલિંગ માટે જતા હોય છે તો, કેટલાક લોકો ઓક્સિજનની બોટલો દર્દીને આપ્યા પછી રિટર્ન લેવાનું કામ કરી રહી છે.
આ ટીમમાં કેટલાક લોકો ફંડ પૂરું પડે છે તેની સાથે સાથે કેટલાક લોકો પ્લાઝ્મા પણ પૂરું પડે છે. આ ટીમએ કોઈની પાસે પણ ચાર્જ વસુલતી નથી ખાલી આ લોકોની એક જ વાત હોય છે જે દર્દીઓને ઓક્સિજનની બોટલ આપે છે તે ૬ થી ૮ કલાકમાં પછી મળી જવી જોઈએ. જે તેમને હાલ સુધી એવી કોઈ તકલીફ પણ નથી પડી.