આ યુવાન કેશોદનો બાહુબલી તરીકે ઓળખાય છે. ગાય માતા માટે કરે છે એક અનોખું કામ.

આજે અમે તમને ગુજરાતના એક એવા યુવાન વિષે જણાવીશું કે જેની દરિયાદિલી જોઈને ખુશ થઇ જશો. આ યુવાન કેશોદનો રહેવાસી છે. જે ગાય માતા માટે એક અનોખું કામ કરી રહ્યો છે. કેશોદ ગામના રહેવાસી આ યુવાનનું નામ સાગર ચૌહાણ છે. સાગર પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે મિલમાં બોળીઓ ઉપાડવાનું કામ કરે છે.

સાગર પોતાના દાંત વડે 50 થી 70 કિલોની બોળીઓ ઉપાડી શકે છે અને સાગર દાંતથી બોળીઓ ઉપાડવાની શરત લગાવે છે અને તે શરતો જીતે પણ છે. લોકો સાગરને બાહુબલી કહીને બોલાવે છે.

સાગર પોતાના ખભા પર આખી બાઈક પણ ઉપાડી લે છે. સાગર શરતમાં જીતેલા પૈસા પોતાના માટે નથી વાપડતો પણ તે શરતના પૈસાથી ગાય માતાને ઘાસ ખવડાવે છે અને પુણ્યનું કામ કરે છે.

સાગરનું સપનું છે કે તે ભવિષ્યમાં ભારત દેશ માટે કંઈ કરે. સાગર કહે છે કે જો તેને દેશ માટે પોતાનો જીવ આપવો પડે તો પણ ખુશી ખુશી આપી દઈશ. સાગરે જણાવ્યું કે પહેલા મારુ સપનું હતું કે હું આર્મીમાં જાઉં પણ મારા

ટેટુના કારણે તે પૂરું ના થયું પછી મેં મિલમાં કામ કરવાનું શરુ કર્યું. અત્યારે હું માળા ખભા પર 200 કિલો સુધી વજન ઉપાડી શકું છુ. આખા સાગર ગામમાં કેશોદના બાહુબલીના નામે ઓળખાણ મેળવે છે.

error: Content is protected !!