પોરબંદરના યુવકને મેટ્રિમોનિયલ સાઈડ પરથી લગ્ન કરવા ભારે પડી ગયા, પત્નીનું નામ ગુગલ પર સર્ચ કરતા જ થયો એવો ખુલાસો કે યુવકના પગ નીચેથી જમીન ખસી ગઈ.
ગુજરાતમાં એક યુવકે મેટ્રિમોનિયલ એપ દ્વારા સર્ચ કરીને જેની સાથે લગ્ન કર્યા તે યુવતી મોટી ચોર નીકળી. યુવકને લગ્નના 6 મહિના પછી ખબર પડી કે તેની પત્ની તરીકે રહેતી મહિલા પહેલેથી જ પરિણીત છે. આ સાથે તેના પર પાંચ હજારથી વધુ કારની ચોરીનો પણ આરોપ છે.
આ તમામ ચોરીઓ મહિલાએ તેના પહેલા પતિ સાથે મળીને કરી હતી.પોરબંદરનો આ યુવક પોતાની માટે એક જીવન સાથીની તલાશ કરી રહ્યો હતો, તેને એક મેલ્ટ્રીમોનિયલ સાઈડ પર પોતાની માટે જીવનસાથી શોધવાનું શરૂ કર્યું.
અને તેની ત્યાં રીટા નામની એક મહિલા સાથે ઓળખાણ થઇ તે બંને એકબીજા સાથે વાત ચિતા કરવા લાગ્યા. રીટાના પણ છૂટાછેડા થઇ ગયા હતા. માટે તે બંનેએ અમદાવાદમાં લગ્ન કરી લીધા.
આ પછી રીટા થોડા દિવસ અહીં રહયા પછી. પોતાની માતા પાસે ગુવાહાટી જતી રહી આ પછી તેમની વચ્ચે વાતચીત થતી હતી અચાનક તેનો ફોન બંધ આવતા જાણવા મળ્યું કે રીટા જેલમાં છે અને તેની જમાનત માટે ૧ લાખ રૂપિયાની જરૂર છે.
યુવકે ભોળપણમાં ૧ લાખ રૂપિયા આપી તેની જમાનત કરાવી આ પછી રીટાએ યુવકનો નંબર બ્લોક કરી દીધો અને તેની સાથે વાતચિત્ત કરવાની જ બંધ કરી દીધી.આ પછી પોરબંદરના યુવકે ગુગલ પર રીટા નામ સર્ચ કર્યું.
તો જે સામે આવ્યું તેને તેના હોશ જ ઉડાડી દીધા. રીટાનું નામ રીટા દાસ નહિ પણ રીટા ચૌહાણ હતું અને તેની પર ૫૦૦૦ જેટલી કાર ચોરીનો આરોપ લાગ્યો હતો, તેને પોતાના પતિને છૂટાછેડા નથી આપ્યા. તે પોતાન પતિ સાથે ઘણીવાર જેલ પણ જઈ ચુકી છે. આ બધું જાણીને યુવકના હોશ જ ઉડી ગયા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.