આ મુસલમાન યુવકે બે હિન્દૂ મહિલાઓના જીવ બચાવવા માટે પોતાનું રોજુ તોડી નાખ્યું, ખરેખર સલામ છે આ યુવકને.
દેશમાં એકબાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે.ત્યારે એવી ઘટનાઓ પણ સામે આવે છે.જે આપણને હચમચાવી દે છે.ઘણી એવી પણ ઘટનાઓ જોવા મળતી હોય છે કે જેમાં માનવતા પણ શરમાઈ જાય છે.પરંતુ રાજસ્થાનના ઉદેપુર માંથી એક એવી ઘટના સામે આવી છે.જેને માનવતાને ફરી એકવાર જગાવી દીધી છે.
બુધવારએ ઉદેપુરથી એક ઘટના સામે આવી છે.જેમાં એક મુસલમાન યુવકે બે કોરોના પોઝેટીવ મહિલાઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પોતાનું રોજુ તોડી નાખ્યું.આ યુવાનનું નામ અકીલ મન્સૂરી છે
અને તે એક વિસીલ કોન્ટ્રાક્ટરના રૂપમાં કામ કરે છે.અકીલે જણાવ્યું કે મેં કોઈપણ સંકોચ કર્યા વગર આ સારા કામ માટે મેં મારુ રોજુ તોડી નાખ્યું હતું.આ યુવકના કામની પ્રશંસા ચારેકોર થઇ રહી છે.આ યુવકને એક સોસીયલ મીડિયા ગ્રુપ દ્વારા આ ઘટનાની જાણ થઇ હતી.કે બે કોવીડ મહિલાઓને પ્લાઝમાની જરૂર છે.
આ મહિલાઓને A બ્લડ ગ્રુપના પ્લાઝ્માની જરૂર હતી.અકીલ મન્સુરીના કહેવા પ્રમાણે તે આ પોસ્ટ જોતા જ હોસ્પિટલે ભાગ્યો હતો.અને પ્લાઝ્મા ડોનેટ કર્યા હતા.હોસ્પિટલ પહોન્ચ્યા બાદ મારો એક ટેસ્ટ થયો હતો
એ ટેસ્ટમાં પ્લાઝ્મા આપવા માટે એકદમ ફિટ હતો.અને પ્લાઝ્મા ડોનેટ કરવા પહેલા એને કઈ ખાઈ લેવું જરૂરી હતું આ માટે તેને પોતાનું રોજુ તોડી નાખ્યું હતું.અકીલ મન્સૂરી અત્યાર સુધી 17 વાર પોતાનું લોહી ડોનેટ કરી ચુક્યા છે.