આ યુવકે કોરોનાની બીજી લહેરમાં ૪૦૦ કોરોના દર્દીઓની મદદ કરીને તેમના ૨ કરોડ રૂપિયા બચાવ્યા…

કોરોનાની બીજી અને ઘાતકી લહેરમાં કેટલાય લોકો સપડાઈ ગયા હતા, બીજી લહેરમાં કેટલાય લોકોનને હોસ્પિટલમાં ઓક્સિજન વાળા બેડ નહતા મળ્યા, અને ઇન્જેક્શન પણ નહતા મળતા. તેવામાં કેટલાય લોકો, સંસ્થાઓ અને સમાજના આગેવાનો આગળ આવીને લોકોની મદદ પણ કરી હતી.

તેવામાં વડોદરાનો આ યુવક જેનું નામ ભૌતિક ચૌહાણ છે, જે વડોદરામાં કોરોનાની બીજી અને ઘાતકી લહેરમાં કોરોનાના દર્દીઓને ટપોટપ મરતા જોઈને ભૌતિક ચૌહાણને ખુબ જ દુઃખ થયું હતું.

જેથી ભૌતિકે આ દુઃખને તેમની તાકાતમાં ફેરવી નાખ્યું હતું. તેઓએ લોકોની મદદ કરીને તેમને બચાવવાનો એક સંકલ્પ પણ કર્યો હતો. વડોદરાની સમગ્ર કોવીડ હોસ્પિટલની યાદી બનાવી દીધી હતી.

તેઓને પૂછવામાં આવ્યું તો તેઓએ આ સેવાયજ્ઞ ચાલુ કર્યો તે વખતે VMC ની સીટે ઉપર જઈને પહેલા હોસ્પિટલની યાદી બનાવી અને અધિકારીઓના સંપર્ક કર્યા. ત્યારબાદ જે તે દર્દી મને કોન્ટેક્ટ કરે તેનાથી તેમને જેતે જેવી તકલીફ હોય

તે જાણીને જે તે હોસ્પિટલમાં હું મોકલી આપતો હતો. આમ કરીને ૪૦૦ જેટલા દર્દીઓને મદદ પહોંચાડી હતી. જેમાં આ ૪૦૦ જેટલા દર્દીઓને સારવારની સાથે ૨ કરોડ જેટલા રૂપિયા પણ બચાવી આપ્યા હતા.

ભૌતિકને આ ઉમદા વિચાર તેઓ જ્યાં નોકરી કરે છે ત્યાં તેમની સાથે કામ કરતા એક યુવકના પિતાજીને કોરોના થયો હતો અને તેમને બાયપેપની જરૂર પડી હતી અને તે તેમને ક્યાંય મળી નહતી,

પછી એક હોસ્પિટલમાં બાયપેપ મળ્યું તો ખરું પણ છ લાખ રૂપિયા માંગ્યા જેથી ભૌતિકે નક્કી કર્યું કે, બાકીના કોરોના દર્દીઓને આવા પ્રકારની તકલીફ ના પડવી જોઈએ જેથી આ પ્રકારનો સેવાયજ્ઞ ચાલુ કરી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!