આ વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તેમનો મોબાઈલ ટ્રેનમાં ભૂલી ગયા હતા તો રેલવે કર્મચારીએ મોબાઈલને મુસાફર સુધી પહોંચાડીને ઇમાનદારીનો દાખલો કાયમ કર્યો..

હાલના સમયમાં લોકો એટલા સ્વાર્થી થઇ ગયા છે કે રસ્તા પર ચાલતી વખતે જે તે વસ્તુ મળે તો તેઓ પોતાની માનીને ઉઠાવી લેતા હોય છે. સાથે સાથે લોકો પહેલા પોતાનો સ્વાર્થ પણ તાકતા હોય છે, હાલમાં ઘણા એવા ચોરી અને લૂંટના બનાવો પણ બને છે.

એ બધાની વચ્ચે કેટલાય ઈમાનદાર લોકો પણ અહીંયા રહે છે જે હંમેશા ભલાઈના કામ કરતા હોય છે.હાલમાં એક એવો જ ઇમાનદારીનો કિસ્સો જોવા મળ્યો છે જ્યાં એક મુસાફર ટ્રેનમાં જ તેમનો મોબાઈલ ભૂલી ગયા હતા.

તો રેલવેના કર્મચારીએ આ મોબાઈલ તેના મુસાફર સુધી પહોંચાડીને ઇમાનદારીનો દાખલો બેસાડ્યો છે. ભાવનગર બાંદ્રા ટ્રેનમાં ૨૭ ઓગસ્ટે અશ્વિનભાઈ બાંદ્રાથી ધોળા જંક્શન જતા હતા. એવામાં તેઓએ તેમનો ફોન મુસાફરી દરમિયાન ચાર્જિંગમાં લગાવ્યો હતો.

ત્યારપછી તેઓ નીચે ઉતરી ગયા અને પછી તેમને તેમનો મોબાઈલ યાદ આવ્યો હતો. તો તેઓ ધોલા સ્ટેશન પર ગયા અને ત્યાં સ્ટેશન માસ્તરને મોબાઈલ વિષે જણાવ્યું હતું. તો તેઓએ આગળ વાત કરીને મોબાઈલ વિષે વાત કરી તો તેમને ટ્રેનમાં મોબાઈલ ચાર્જિંગમાં મળ્યો હતો.

આમ તેઓનો મોબાઈલ સલામત હતો અને તેથી જ આ મોબાઈલ તેઓએ અહીંયા લાવી આપ્યો હતો.આમ જયારે અશ્વિન ભાઈને તેમનો મોબાઈલ મળ્યો તો તેઓએ સ્ટેશન માસ્તરનો આભાર માન્યો હતો. સાથે સાથે તેઓએ મોટી ઈમાનદારી પણ બતાવી હતી. આમ આજે રોજે રોજ ઘણા એવા ઇમાનદારીના કિસ્સાઓ જોવા મળે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!