કોરોના મહામારીમાં એમ્બ્યુલન્સની અછત સર્જાતા આ વ્યક્તિએ ઘરે જ એમ્બ્યુલન્સ બનાવી દીધી અને હાલ લોકો માટે દેવદૂત બનીને જીવ બચાવી રહ્યો છે.
કોરોનાનો સંકટ આખા દેશમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. વધતા જતા કોરોના સંક્રમણને કારણ કોરોના દર્દીઓને સમયસર એમ્યુલન્સ પણ નથી મળી રહી. જેના કારણે ઘણા દર્દીઓને તકલીફ પડી રહી છે
અને ઘણા તો તેમનો જીવ પણ ગુમાવી ચુક્યા છે. આવી પરિસ્થિતિમાં મઘ્યપ્રદેશના એક યુવકે કમાલ કરી દીધો છે. તેને એક એવી એમ્બ્યુલન્સ બનાવી છે કે જેને બાઈક દ્વારા સંચાલન કરી શકાય.
તે આ એમ્બ્યુલન્સ દ્વારા લોકોની મફતમાં સેવા આપીને જીવ બચાવી રહ્યો છે. મીડિયા દ્વારા બતાવવામાં આવેલી લોકોની હાલત જોઈને આ યુવાન ખુબજ દુઃખી થયો હતો અને તેને ભંગાર ભેગો કરીને એક સસ્તી એમ્બ્યુલન્સ બનાવી દીધી છે. જેને બાઈક પાછર જોડીને દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય છે.
આ એમ્બ્યુલન્સ બનાવનાર યુવકનું નામ છે અજીજ ખાન તેમને માત્ર 2 મહિનાના સમયગારામાં આ બાઈક એમ્બ્યુલન્સ બનાવી દીધી છે. આ એમ્બ્યુલન્સ બનાવવા પાછર 30 હાજર ખર્ચ થયો છે.
આ એમ્બ્યુલન્સની ખાસ વાત એ છે કે દર્દીને ઓક્સિજન લગાવીને દર્દીને એક જગ્યા એથી બીજી જગ્યાએ લઇ જઈ શકાય છે અને દર્દીની સાથે તેના પરિવારનો સભ્ય પણ બાઈક પાછર બેસી શકે છે. દેશમાં હાલ જેવી પરિસ્થિતિ થઇ રહી છે તેમાં આવા લોકોની ખુબજ જરૂર છે.