જાપાનમા સારવાર લઇ રહેલા ગુજરાતી યુવકને ૪૦ લાખ રૂપિયાનો ફાળો ભેગો કરીને ભારત પાછો લવાયો…

મહેસાણાના ભેસાણાના એક યુવક જે ૩૩ વર્ષના છે તેમનું નામ જયેશ પટેલ છે, તેઓ જાપાનમાં નોકરી કરવા માટે વર્ષ ૨૦૧૮માં ગયા હતા. તેઓ થોડાક મહિનાઓ પછી ટીબી થઇ હતી અને ટીબીથી બ્રેનસ્ટ્રોક પણ થયો હતો.

જેથી તેને ત્યાં જાપાનની ખાનગી હોસ્પિટલમાં સારવાર છેલ્લા ૮ મહિનાથી ચાલી રહી હતી અને તેને ત્યાંથી ભારત લાવવા માટે આશરે ૧.૨૫ કરોડ રૂપિયા જોઈએ એમ હતા જેથી તેમનો આખો પરિવાર લોકો પાસે સોશિયલ મીડિયા દ્વારા મદદ માંગી રહ્યો છે.

આ પરિવારે તેમના પાસે હતું તે બધું વેચી નાખ્યું હતું અને તેમાંથી તેઓની જ્યાં સુધી થતી હતી એટલી સારવાર કરાવી અને આ આખો પરિવાર તેમના દીકરાને ભારત લાવવા માટે ઈચ્છતો હતો

અને તેથી સોશિયલ મીડિયા દ્વારા મદદ માંગી અને તેઓને સામાજિક સંસ્થા અને દાતાઓ દ્વારા રૂપિયા ૪૦ લાખ જેટલી સહાય મળી હતી. તેઓને જાપાનની હોસ્પિટલથી ભારત લાવવા માટે જે સર્ટી જોઈતું હતું તે મળતું નહતું.

તેવામાં હાલમાં તેઓને ફ્લાઇટ થકી મેડિકલ ટ્રીટમેન્ટ સાથે તેઓને સર્ટી મળી ગયા પછી ભારતથી જાપાન એક ડોક્ટરને મોકલવામાં આવ્યા અને તેમના ઓબ્ઝર્વેશન રાખીને સોમવારે તેમને ભારત લવાયા હતા.

તેઓ સોમવારે મોડી રાત્રે દિલ્હી આવ્યા હતા અને ત્યાંથી તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમા લઇ જવાય હતા. પરિવારે જે લોકોએ દાન આપ્યું છે તેઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!