આ વૃદ્ધ દંપતીએ તેમની ૬૫ મી વર્ષગાંઠના દિવસે કર્યું એવું કામ કે, જેથી એકસાથે ૨૦ લોકોના જીવ બચી ગયા…

કોરોનાની મહામારીએ હાલમાં દેશમાં ભરડો લીધો છે, લોકો તેની સપેડમાં આવીને કેટલાય વિખુટા પડી ગયા છે. તેમજ બીજી અને ઘાતકી લહેરને પહોંચવા માટે લોકો આગળ આવ્યા હતા અને અનોખી મદદ પણ કરી હતી. હાલમાં મધ્યપ્રદેશના દમોહમાં એક વૃદ્ધ દંપતીએ તેમની ૬૫ મી વર્ષગાંઠ નિમિત્તે અનોખી રીતે ઉજવ્યો હતો.

દમોહમાં આ વૃદ્ધ દાદાનું નામ બી.ડી શ્રીવાસ્તવ છે અને દાદીમાનું નામ લક્ષ્મી શ્રીવાસ્તવ છે. બી.ડી શ્રીવાસ્તવ રિટાયર્ડ ડેપ્યુટી કલેક્ટર હતા. તેમનો દીકરો અમેરિકામાં રહે છે, આ વૃદ્ધ દંપતીની આ વર્ષગાંઠથી હોસ્પિટલનો આખો સ્ટાફ ખુબ જ ખુશ છે.

કેમ કે, કોવીડ ચિકિત્સક જિલ્લા કેન્દ્ર દમોહમાં રહેતા આ વૃદ્ધ દંપતીનો અમેરિકામાં રહેતા દીકરાએ ઓનલાઇન ૨૦ જેટલા ઓક્સિજન સિલિન્ડર જિલ્લાની હોસ્પિટલને આપ્યા છે.

જિલ્લા આરોગ્ય કેન્દ્રના મુખ્ય ડોક્ટરનું એવું કહેવું છે કે, આ વૃદ્ધ દંપતીના ૬૫ મી વર્ષગાંઠ નિમિત્તે તેમના દીકરાએ જે આ મદદ આપી છે તેનાથી હોસ્પિટલને ઘણી મોટી મદદ મળી ગઈ છે. જે વખતે બહુ જ કટોકટી થઇ હતી તેવામાં ઘણી મોટી તકલીફ પડી હતી. જો કે હાલમાં એવી સ્થિતિ નથી પણ બહુ જ મોટી મદદ મળી ગઈ છે.

error: Content is protected !!