ઉનાળાની ઋતુમાં આ ટોનિક તમારી માટે અમૃત સમાન છે…

આપણે જાણીએ છીએ કે કોરોના કાળ અને શરીરની કોઈ પણ બીમારીને પહોંચી વારવાની માટે આપણા ડોકટરો ફળ ખાવાની સલાહ આપતા હોય છે. તેવામાં હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને આ કોરોનાની મહામારી ને પહોંચી વરવા ઉનાળામાં આ ફળનું આવી રીતે કોલ્ડડ્રિંક્સ બનાવીને પીવાથી તમને અનેક ઘણા ફાયદાઓ થશે.

હાલમાં કેરી આવી ગઈ છે, આ કેરીને ફળોનો રાજા કહેવાય છે આ કેરીમાં સૌથી વધુ પ્રમાણમાં વિટામિન A જે તમને આંખોની બીમારી દૂર કરવામાં મદદરૂપ બને છે. કેરીથી વિટામિન C જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે,

અને આયર્ન જે શરીરમાં લોહ તત્વ વધારે છે. હાલ ઉનાળાની ઋતુમાં ડીહાઇડ્રેશન અને લૂ લાગવાના પ્રશ્નો પણ દૂર થાય છે. તમારે આ કોલ્ડડ્રિંક્સ બનાવવાની માટે એક કેરી લેવાની છે અને આ કેરીને બાફી દેવાની છે.

આ બાફેલી કેરીની સાલ તમારે નિકારી દેવાની છે, ત્યારબાદ ૫૦૦ એમ.એલ પાણી લેવાનું છે. આ પાણીમાં આ કેરીઓનો બધો જ માવો આ પાણીમાં નાખી દેવાનો છે. ત્યારબાદ આ માવાને હાથવડે ભાગી નાખવાનો છે.

આ પાણીમાં હવે જરૂર પ્રમાણે મીઠું નાખવાનું છે, અધકચરું ખાંડીને તે પણ નાખવાનું છે. ત્યારબાદ તેમાં જરૂરિયાત પ્રમાણે ગોળ નાખવાનો છે. જો તમને ગોળ ના ભાવે અને ટેસ્ટ માટે જ પીવું હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો.

આ પીણાને પૌષ્ટિક બનાવવા માટે ગોળ જ નાખવો શ્રેષ્ઠ છે. આ પીણાને બાફલો કહેવાય છે. આ બાફલો પીવામાં એટલો સ્વાદિષ્ટ હોય છે કે જેમાં દિવસમાં એક વાર અને તે પણ બપોરના સમયે પીવાનું રાખશો તો તેનો મોટો ફાયદો પણ થશે. આ પીણામાં નાખેલ જીરું ઠંડુ હોય છે અને તે શરીરનું ગરમી ચૂસી લે છે અને આ ઉનળાની ઋતુમાં લૂ થી આપણને બચાવે છે.

error: Content is protected !!