આ ઉપાય ચપટી વગાડતાંની સાથે જ તમારી શરદી, ઉધરસ અને કફને છુમંતર કરી દેશે…

હાલની કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને લોકો ડરી રહ્યા છે, આ કોરોનાની બીમારીમાં લોકોને શરદી, કફ અને ઉધરસ જેવા સામાન્ય લક્ષણોથી જ શરુઆત થાય છે. તેમ જ વાતાવરણ બદલાવવાથી પણ શરદી, ઉધરસ અને કફ જેવી બીમારી થઇ શકે છે. કેટલાય લોકોને કફ અને શરદી તો જવાનું નામ જ નથી લેતી, તેવા લોકોની માટે આ રામબાણ ઉપયોગ જે ભુક્કા કાઢી નાખશે.

આપણા આયુર્વેદમાં એવા કેટલાય ઉપાય દર્શાવવામાં આવ્યા છે, તેમનો એક અસરકારક અને કારગર નુસખો જેના આપણે જાણીએ. આ ઉપાય કરવાથી તમારી જૂનામાં જૂની ઉધરસને છુમંતર કરી દેશે.

તેની સાથે સાથે ફેફસા અને ગળામાં ગમે તેવો ચોંટેલો કફ હશે તેને પણ ચુટકી વગાડીને ભગાડી દેશે. તેની માટે તમારે એક આદુનો ટુકડો લેવાનો છે, તેને છીણીને તેનો રસ કાઢી લેવાનો છે. ત્યારબાદ આ રસને એક વાટકીમાં કાઢી લેવાનો છે.

આ વાટકીમાં એક ચમચી જેટલું મધ ઉમેરવાનું છે અને બંનેને બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ જો કોઈ બાળકને આ તકલીફ થઇ હોય તો અડધી ચમચી એક દિવસમાં અને મોટા વ્યક્તિઓએ એક ચમચી દિવસમાં પીવો જોઈએ.

આ રસ સાંજે પીવો જોઈએ. કેટલીક વાર એવી ઉધરસ આવે છે કે આપણને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે તેમને પણ આ ઉપાય કરવાથી જલ્દીથી રાહત થઇ જશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!